Abtak Media Google News

લોધીકા તાલુકાના ચીભડા ગામે વડીલો પાર્જીત મીલ્કત ખેતીની જમીન 23 એકર જેટલી માવજીભાઈએ તેમના ત્રણ પુત્રોને હિસ્સાની જમીન વહેચણી કરી પોતાની એકર 4-05 ગુઠા રાખેલ હતી જે તેમનાં પૌત્ર ને વેચાણ કરતાં બે પુત્ર એ કોર્ટમાં દાવો દાખલ કરી દસ્તાવેજ રદ કરવા અને હિસ્સો મેળવવા દાદ માંગી હતી જે કેસ ચાલી જતાં વાદીઓનો દાવો રદ કરી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો

ગોંડલ: કોર્ટનો હિંદુ લો અંગે મહત્વપૂર્ણ ચુકાદો: હયાતીમાં વહેંચણી કર્યા બાદ પોતાનો હિસ્સો પૌત્રને વેંચાણ કરતાં બે-પુત્રે દાદ માંગી તી

આ કેસની વિગત મુજબ લોધીકા તાલુકાના ચીભડા ગામે માવજીભાઈ દેવજીભાઈ વેકરિયા પાસે વડીલો પાર્જીત મીલ્કત 23 એકર જેટલી ખેતીની જમીન આવેલ હતી જે માવજીભાઈએ તેમની હયાતીમાં મીલ્કતનુ પાર્ટીશન કરી તેમના ત્રણ પુત્ર  પ્રવિણભાઇ. કાંતીભાઈ. તથા કનૈયાલાલને તેમના હિસ્સાની ખેતીની જમીન વહેચણી કરી આપી દીધેલ હતી અને તેમની પાસે એકર 4-05 ગુઠા રાખેલ હતી

ત્યારબાદ માવજીભાઈ ને પૈસા ની અંગત જરૂરિયાત ઉભી થતાં તેમના હિસ્સાની જમીન પૌત્ર ઈમ્પલભાઈ કનૈયાલાલ ને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપેલ જે તેમના બે પુત્ર પ્રવિણભાઇ તથા કાંતિલાલને પસંદ ન પડતાં વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે તેમજ તેમના પિતા માવજીભાઈ ના હિસ્સામાં આવેલ જમીનમાંથી હિસ્સો મેળવવા માટે તેમના ભાઈ કનૈયાલાલ માવજીભાઈ તથા ઈમ્પલભાઈ

કનૈયાલાલ વિરુદ્ધ ગોંડલ મહે.એડી.સીનીયર સીવીલ જજ કોર્ટે સમક્ષ સ્પે.દિવાની કેસ.નં.69/2010 દાખલ કરી દસ્તાવેજ રદ કરવા દાદ માંગી હતી જે કેસ સીનીયર સીવીલ જજ એમ.એસ.દવેની કોર્ટમાં ચાલી જતાં તમામ આધાર પુરાવો અને દલીલોના અંતે મહત્વપૂર્ણ ચુકાદો આપેલ કે હિન્દુ લો મુજબ મીલ્કતનુ પાર્ટીશન થઈ ગયા બાદ હિસ્સે આવેલ મીલ્કત સ્વતંત્ર માલીકીની મીલ્કત બને છે અને તે મીલ્કત નો સ્વતંત્ર રીતે તે ઉપયોગ, ઉપભોગ, વેચાણ કરી શકે. માવજીભાઈએ તેમના હિસ્સાનુ કરેલ વેચાણ માન્ય રાખી અને તેમના પુત્રોએ  કરેલ દાવો રદ કરી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો આ કેસમાં એડવોકેટ તરીકે એચ.એમ.જાડેજા તથા અમરીશભાઈ અગ્રાવત રોકાયેલા હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.