Abtak Media Google News

વિસાવદર નગરપાલિકાના વહીવટ અંગે થયેલી આર.ટી.આઇ. માં અનેક ગેરરીતીનો ભાંડા ફોડ થઇ જતા જવાબદાર બાબુઓના મોં સિવાય ગયા એવી તેની સ્થીતી ઉભી થઇ છે.યુવા વ્હીસલ બ્લોગર મૌલિક રીબડીયા અધિકૃત દસ્તાવેજો સાથે મામલતદાર તથા પ્રાંત અધિકારી પર ખુલ્લેઆમ નબળી કામગીરીનો આક્ષેપ સાબિત કરી દિધો છે.કોઈ પણ ફરિયાદનો ચાર મહિને નિકાલ કરી ફોટા પાડવામાં વ્યસ્ત એવા સરકારી બાબુઓ શાનો તગડો પગાર લે છે એ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બિનખેતી ના થયેલા વિસ્તારોમાં ગટર સુવિધા તેમજ પાકા રસ્તાઓ બનાવી દેવાયા છે તેની સામે નિયમિત કરવેરો ભરતા કેટલાય વિસ્તારોમાં હજુ પણ કાચા રસ્તાઓ છે.

વ્હીસલ બ્લોગર મૌલિક રીબડીયાની આર.ટી.આઇ.માં ભ્રષ્ટાચારના ભોપાળા ખુલ્યા

ભ્રષ્ટાચારની ફરીયાદ અંગે પ્રાંત અધિકારીએ તપાસ સમિતિ જેવી એક ટીમ બનાવી તેના પર પણ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલુ છે અને આટલી ટકાવારી તો આપવી જ પડશે એવા સ્લોગનો તેના નામના કચેરી માં પ્રચલિત છે.લોકોને જાગૃત કરવા અને પ્રજાના પૈસે લીલાલહેર કરતા કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓની ઉંઘ હરામ કરવા વાળા યુવા મૌલિક રીબડીયાને વિસાવદરના લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.પણ સાથે સાથે ટેકનોલોજીના સથવારે જીતતા પક્ષના નેતાઓ આ બાબતે કેમ ચૂપ રહે છે એ વિચારવા લાયક બાબત છે.

વિપક્ષની ભૂમિકામાં રહેલા નગરસેવકો પણ આ બાબતે મૌન સેવે છે  આગામી દિવસોમાં હજુ વધુ કૌભાંડો ખુલ્લેઆમ બહાર આવશે એવી સંભાવનાઓ છે કેમ કે મૌલિક રીબડીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 2000 થી વધુ પાનાઓની સાબિતી સાથે આર.ટી.આઇ. પોતાના હસ્તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.