Abtak Media Google News

ભુમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો કાનુની જોગવાઇ ઓના કડક અમલની કાર્યયોજના સરકાર દ્વારા જાહેર કરી છે: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ  દ્વારા લોક દરબાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા  તથા ડીવાયએસપી  પ્રકાશભાઈ પટેલ તથા ડીવાયએસપી એચ.પી.દોશી  તથા દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદાર તથા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા તથા વઢવાણના ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ તથા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની દરેક સંસ્થાઓ તથા એસોસિએશનના  કારોબારી સભ્યો તથા શહેરીજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મહેન્દ્ર બગડિયાનાઓએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જીલ્લાનાં દરેક નાગરિકોએ આત્મનિર્ભર બનવાની જરૂર છે.

કોઈ  વ્યક્તિએ હવે ડરવાની જરૂર નથી હવેના દિવસોમાં ગુજરાત ની સંવેદનશીલ સરકાર દ્વારા અનેકો નવા નવા કાયદાઓ બનાવ્યા છે. તેમા રાજ્ય ની સંવેદનશીલ સરકાર દ્વારા પ્રજા ના હિતમાં ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી જમીન ખેડૂતોની જમીન. નાના ધંધા વાળા  વ્યક્તિની માલિકીની જમીન તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે.

રાજ્યની  નિર્ણાયક સરકાર દ્વારા  જમીન તેમજ માલ મિલકત તો માટે એક આશીર્વાદ રૂપી કાયદો બનાવ્યો છે. આ કાર્યક્રમમાં આવેલ તમામ નાગરિકોને  આશ્વાસન રૂપે પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવેલ હતું કે પોલીસ તમારા એક ઘરનો સભ્ય છે પોલીસ પાસે આવવાથી ડરવાની જરૂર નથી પોલીસ તમારો મિત્ર છે.પોલીસ આપના માટે છે મારા ડીવાયએસપી સબ ઇન્સ્પેક્ટર દરેક આપના માટે છે. તેથી આપે કોઈ લુખ્ખાઓ થી ડરવાની જરૂર નથી કોઈ પણ નાગરિક પોલીસ પાસે એક ડગલુ ચાલીને આવશે તો પોલીસ તેના માટે દશ ડગલા આગળ ચાલીને તેને સહયોગ આપશે. પ્રજાએ કોઈ લુખ્ખા તત્વો થી ડરવાની જરૂર નથી. જિલ્લાભરમાં ઘણા  બનાવો પોલીસ ની સામે આવતા હોય છે.

તેનો મતલબ એ નથી કે પોલીસને ખબર નથી દરેક બનાવો પોલીસની નજરમાં છે. અને જ્યારે લુખ્ખાઓનો પાપનો ઘડો ભરાઈ જશે.ત્યારે જેલના સળિયા પાછળ જોવા મળશે. આથી હું મેસેજ આપું છું કે દરેક લુખ્ખા તત્વો ઉપર પોલીસની બાજનજર છે.અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લુખ્ખાઓ નો પાપના ઘડા ભરાશે એટલે જેલ હવાલે જશે વધુમાં પોલીસ અધિક્ષકશ્રી એ જણાવ્યું હતું. કે હાલની કોરોના મહામારી દરમિયાન  મારા પરિવાર સહિત તમામ પોલીસ કર્મીઓએ કોરોના રસી લીધેલ છે.અને કોરોના રસી બિલકુલ સુરક્ષિત છે. આથી દરેક નાગરિકોએ નિર્ભય બની કોરોના રસી લેવી જરૂરી છે.

1617075837320

તથા આ કાર્યક્રમની આભારવિધિ ડીવાયએસપી પ્રકાશભાઈ પટેલના ઓએ કરેલ હતી. આ લોક દરબારમાં  વઢવાણના ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અને લોકોએ નિર્ભય બની જવાનું છે. વધુમાં ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પર્યાવરણની જાળવણી માટે  લોકોએ જ કટિબદ્ધ થવા એકઠા થવું જોઈએ  આપણા ઘરઆંગણે કોઈ કચરો નાખવા આવતું નથી કચરો આપણે જ નાખીએ છીએ આપણે પોતે સ્વચ્છતા જાળવવાની છે.પર્યાવરણની જાળવણી રાખીને સુરત માં જેમ માત્ર એક ફૂટ ની જગ્યાએ વૃક્ષ જોવા મળે છે તેમ સુરેન્દ્રનગર જીલ્લા ના લોકો દ્વારા પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ અતિ અનિવાર્ય છે.

તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્રભાઈ  મુંજપરા  જણાવ્યું હતું કે થોડા સમય પહેલા કોઈ પણ નાનો કોન્ટ્રાક્ટર જમીન ના પાયા ખોદવા જાય અને નાનકડી છોકરીઓ પાસે કંકુના ચાંલ્લા કરાવે તે પહેલા અસામાજિક તત્વ ત્યાં આગળ ખડ અથવા કડબ મૂકીને  એ જગ્યા પચાવી પાડતા અને નાના એવા કોન્ટ્રાક્ટર ના ઘર પરિવાર સામે બિભત્સ ગાળો બોલી બે-ત્રણ લાફા મારી  નાના કોન્ટ્રાક્ટર પાસે બે પાંચ લાખ રૂપિયા પડાવી લેતા હતા. પણ હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મહેન્દ્ર બગડીયા સાહેબ આવ્યા બાદ તે બધું ખૂબ ઓછું થઇ ગયેલ છે. આથી કાયદો વ્યવસ્થા બરાબર જિલ્લાભરમાં જળવાઈ રહી છે. તેઓએ વધુમાં

જાહેરમાં સ્પષ્ટ   જણાવ્યું હતું કે કોઈ દાઉદ છે નહીં દાઉદ જેવા ગુંડાઓએ પણ ભારત છોડી દીધું છે. અને જે કંઈ છે તે નાના ઉંદર સમાન છે કોઈ નગરી કે ડરવાની જરૂર નથી સીધા અમારો કોન્ટેક્ટ કરો  ડરવાની જરૂર નથી અમે આપની સાથે છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.