Abtak Media Google News

INDIAના ગઠબંધનની ગુજરાતમાં શરૂઆત, AAP કોંગ્રેસ જોડાયા

જેમ જેમ લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવતો જાય છે. પક્ષ વિપક્ષ પોત પોતાના વિજય માટે અનેક વિવિધ હત્કંડા અપનાવી રહ્યા છે તેવા સમયે ગુજરાતના રાજકારણ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. જેનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખુબ ચર્ચાનો વિષય બની છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે. INDIAના ગઠબંધન હેઠળ આ બંને પક્ષો ચૂંટણી લડશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે સાથે મળીને મજબૂતાઇથી લડવા માગે છે તેવી જોવા મળી રહ્યું છે. AAPના ઇસુદાન ગઢવીએ આપી વિસ્તૃત માહિતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ખૂબ જ જંગી બહુમતીથી જીત હાસલ કરી હતી. ભાજપે 156 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી. ભાજપને ટક્કર દેવા આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે તેવું દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.