Abtak Media Google News

ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટને બાળક દત્તક આપવાની સત્તા મળી: જુવેનાઈલ જસ્ટીસ અમેડમેન્ટ બીલ, ૨૦૧૮ લોકસભામાં મંજૂર

ભારતમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા ખૂબજ જટીલ અને આંટીઘુંટીવાળી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા લોકસભામાં બીલ પારીત કરવામાં આવ્યું છે. લોકસભામાં પાસ યેલા બીલ મુજબ હવેી ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટને બાળક દત્તક દેવાનો ઓર્ડર પાસ કરવાની સત્તા આપવામાં આવી છે.

Advertisement

હાલ બાળક દત્તક લેવા માટેના ઓર્ડરની કામગીરી કોર્ટમાં કરવી પડે છે. કોર્ટમાં કામનું ભારણ વધુ હોવાથી આ પ્રક્રિયા ખુબજ ધીમી છે. જેથી ઘણીવાર બાળક દત્તક લેવા ઈચ્છુક દંપતિ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જેથી લોકસભામાં જુવેનાઈલ જસ્ટીસ અમેડમેન્ટ બીલ, ૨૦૧૮ને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ લોકસભામાં મુકયું હતું. જેને મંજૂર કરવામાં આવ્યું છે.અહીં ઉલ્લેખનીય છે કે, તા.૨૦ જુલાઈ સુધીના આંકડા મુજબ દેશની વિવિધ અદાલતોમાં બાળક દત્તક લેવાના ૬૨૯ જેટલા કેસ પેન્ડિંગ છે. જેથી અના બાળકોને માતા-પિતાની છત્રછાયા સરળ રીતે અને ઝડપી મળે તેના ભાગરૂપે સરકારે બીલ પારીત કર્યું છે. નવા જુવેનાઈલ જસ્ટીસ એકટ અનુસાર કોર્ટને હવે બાળક દત્તક માટેની પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ કરવી પડશે. આ એકટ તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૬ની દ્રષ્ટિએ અમલમાં મુકાશે.

એસસી/એસટી

મોદી સરકારે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ખરડો રાજયસભામાં પસાર કરી દીધો છે. આ ઉપરાંત લોકસભામાં પછાતવર્ગને રક્ષણ આપતા શેડયુલ કાસ્ટ એન્ડ શેડયુલ ટ્રાઈબ્સ અમેડમેન્ટ બીલ ૨૦૧૮ને મંજૂરી અપાઈ છે. સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા એટ્રોસીટીના ગુનામાં તત્કાલ ધરપકડ ઉપર રોક લગાવતો ચુકાદો આપ્યો હતો. જેનાથી પછાત વર્ગને રક્ષણ આપતો કાયદો નબળો થયો હોવાના આક્ષેપ સાથે હંગામો મચી ગયો હતો. જો કે, સરકારે આ નવો કાયદો ઘડીને ફરીથી અગાઉની જેમ એકટને મજબૂત બનાવ્યો છે. બીજી તરફ નેશનલ કમિશન ફોર બેકવર્ડ કલાસને સંવિધાનીક મંજૂરી મોદી સરકારે રાજયસભામાં અપાવી છે. આ બીલ છેલ્લા એક વર્ષથી પેન્ડિંગ હતું.

તરૂણી સાથે બળાત્કારના ગુનામાં મૃત્યુદંડની સજા આપતું બીલ મંજૂર

૧૨ વર્ષથી ઓછી ઉંમરની તરૂણી સાથે બળાત્કારના મૃત્યુદંડની સજા ફટકારતા કાયદાને મંજૂરી આપતું બીલ લોકસભામાં પાસ થયું છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તરપ્રદેશના ઉનાઓમાં થયેલા બળાત્કારની ઘટનાઓ બાદ સરકારે કડક કાર્યવાહી માટે નવો કાયદો ઘડવાની તૈયારી કરી હતી.

હવે નવા કાયદા મુજબ ૧૨ વર્ષથી ઓછી ઉંમરની તરૂણી સાથે બળાત્કારના ગુનામાં ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા થશે. જયારે મહત્તમ મૃત્યુદંડની સજા થશે. આ ઉપરાંત ૧૬ વર્ષથી નીચેની તરૂણી સાથે દુષ્કૃત્યના ગુનામાં લઘુતમ સજાને ૧૦ વર્ષથી વધારી ૨૦ વર્ષ કરવામાં આવી છે. ગત તા.૩૦ જુલાઈના રોજ લોકસભામાં વોઈસ વોટના માધ્યમી બીલને પારીત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે બીલને સંવિધાનીક મંજૂરી મળી ગઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.