Abtak Media Google News

૧૨ વર્ષ સુધી સીઈઓ રહ્યા બાદ ૩ ઓકટબરે પેપ્સીકો છોડશે

પેપ્સીકોના ચીફ એજયુકિટીવ ઓફીસર ઈન્દ્રા ક્રિષ્નામૂર્તિનૂયી ૩ ઓકટોબરે પેપ્સીકોને અલવિદા કહેશે. છેલ્લા ૧૨ વર્ષથી અમેરિકાની આ મોટી કંપનીની આગેવાની કરી રહ્યા હતા. ઈન્દ્રાનૂયી આ કંપની સાથે ૨૪ વર્ષથી જોડાયેલા છે.

Advertisement

મૂળ ભારતના ચેન્નાઈમાં જન્મેલા ઈન્દ્રા હાલ ૬૨ વર્ષના છે. જોકે તેઓ ૨૦૧૯ની શ‚આત સુધી કંપનીના ચેરમેન રહેશે.

કંપનીના અધ્યક્ષ રામોન લાગુઆતા હવે નૂયીનું સીઈઓ પદ સ્વીકારશે નૂયીએ આ અંગે જણાવ્યું કે ‘હું ભારતીય છું અને ત્યાંજ મોટી થઈ છું મને કલ્પના પણ ન હતી કે હું આટલી મોટી કંપનીનું સીઈઓ બપદ સંભાળીશ. મને આ અવસર મળ્યો એ ખરેખર એક અસાધારણ સિધ્ધિ છે’નૂયીએ વધુમાં કહ્યું કે પેપ્સીકો કંપની ખૂબજ મજબૂત સ્થિતિમા છે

અને આવનાર સમયમાં પણ તે સારી પ્રતિષ્ઠા મેળવશે છેલ્લા ૨૨ વર્ષથી કંપની સાથે જોડાયેલા લાગુઆર્તા સપ્ટેમ્બરથી અધ્યક્ષ પદ સંભાળશે. તેઓ વૈશ્ર્વિક બજાર, કોર્પોરેટ રણનીતિ, સાર્વજનીક નીતિ તથા સરકારી બાબતો સંબંધીત કામકાજ કરી રહ્યા છે.

આ અગાઉ લાગુઆર્તા યુરોપ અને ઉપ સહારા અફ્રીકા ખંડોના ચેરપર્સન રહી ચૂકયા છે.ઉલ્લેખનીય છે કે નૂયીના ગયા બાદ તેના નેતૃત્વ વાળી ટીમનું શું તો કંપનીએ જણાવ્યું કે નૂયીના નેતૃત્વ વાળી ટીમમાં કોઈ બદલાવ નહી થાય જોકે નૂયીના પેપ્સીકોને અલવિદા કહેવાના સમાચાર બાદ પેપ્સીકોના શેર થોડે અંશે તૂટયા.

નૂયીએ અંગે ટવીટ કર્યું કે આજમારા માટે મિલી જુલી ભાવનાઓનો દિવસ છે. હું ખુશ પણ છું અને અંદરથી આ કંપની છોડવાનું દુ:ખ પણ છે. પેપ્સીકો છેલ્લા ૨૪ વર્ષથી મારી જિંદગી છે. અને તે મારા દિલમાં હંમેશા રહેશે અમે સાથે મળીને જે કંઈ કામ કર્યું છે એનો મને ગર્વ છે. અને હવે હું મારા ભાવિને લઈને ખૂબજ રોમાંચિત છું.

જો કે હજી એ વાતની પુષ્ટિ થઈ નથી કે નૂઈ શા માટે પેપ્સીકોનું સીઈઓ પદ છોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈન્દ્રાનૂયીને ફોર્ચ્યુનની ૫૧ સર્વાધિક શકિતશાળી મહિલાઓની સૂચીમાં જગ્યા મળી હતી. તે આ સૂચીમાં એક માત્ર ભારતીય મૂળની મહિલા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.