Abtak Media Google News

બિહારના નાલંદામાંથી ચોરાયેલ ભગવાન બુદ્ધની ૧૨મી સદીની મૂર્તિ લંડન પોલીસે પરત આપી

૬૦ વર્ષ પહેલા બિહારના નાલંદા મ્યુઝીયમમાંથી ચોરાયેલી ભગવાન બુદ્ધની કાંસાની મુર્તી લંડન મેટ્રોપોલીશીયન પોલીસે ભારતને સ્વતંત્રતા દિવસે પરત કરી છે. કાંસા અને ચાંદીની ૧૪ મુર્તીઓ ૧૯૬૧માં ચોરી થઈ હતી. આર્કેલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા મુજબ ૧૯૬૧માં ચોરાયેલી મુર્તીઓમાંથી એક લંડન પોલીસે આપી છે અને આટલા વર્ષોમાં ભગવાન બુદ્ધની મુર્તી કેટલાક સ્થળોએથી ફરી છે. એક વર્ષ પહેલા લંડનના ઓકશનમાં આ મુર્તી નિલામી માટે આવી હતી. મેટ્રોપોલીશીયન પોલીસે જણાવ્યું કે, મુર્તીના માલિક અને ડિલર બંનેને જાણ થઈ કે મુર્તી ૬૦ વર્ષ પહેલા ભારતથી ચોરવામાં આવી હતી માટે તેઓ મેટ આર્ટ અને એન્ટીક યુનીટની મદદથી મટ્રોપોલીશીયન પોલીસની સાથે ભારતને આ મુર્તી પરત કરવાની જહેમત ઉઠાવે છે.

આ સ્ટેચ્યુની ઓળખ લીંન્ડા એબરસન દ્વારા ટ્રેડ ફેરમાં થઈ હતી અને ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેકટના વિજય કુમારે લંડન પોલીસને તેની જાણ કરી હતી. ત્યારબાદ સ્કોટલેન્ડ યાર્ડ લંડનના ઈન્ડિયન હાઈ કમિશનરને આ મુર્તી આપે છે. મેટ પોલીસ ડિટેકટીવ શાઈલા સ્ટીવર્ટે જણાવ્યું હતું કે, ઈતિહાસના અમુલ્ય ટુકડાને પરત કરતા ખુબ જ ખુશી અનુભવું છું.

કાયદાનો યોગ્ય ઉપયોગ સાચી પરિસ્થિતિમાં જ થાય છે. જોકે મુર્તી ૬૦ વર્ષ પહેલા ચોરાઈ હતી માટે અમને જાણ કરનારા ચતુર લોકોનો હું આભારી છું. સિન્હા કહે છે કે ભગવાન બુદ્ધની બહુમુલ્ય મુર્તી ખુબસુરત કામગીરીનો નમુનો છે. જેના મુળ ભારતના બિહાર રાજયના છે.

ભારતના સ્વતંત્રતા દિવસ પર આ મુર્તી મુળ સ્થાને પહોંચે તેવી હું આશા રાખુ છું બંને દેશોના સહકારથી જ આ શકય બન્યું છે. ત્યારબાદ લંડનનાં ઈન્ડિયન હાઈ કમિશનમાં ૭૨માં સ્વતંત્રતા દિવસની ઉજવણી તિરંગો લહેરાવી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.