ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા ‘બેવફાઇ’નું કારણ એકલતા

તાજેતરના એક સર્વેમાં ગૃહિણીઓ માટે મોબાઇલ એટલે એકલતા દૂર કરવાનું સાધન: છેલ્લા દશકામાં પરણિત મહિલાઓના લફરા ત્રણ ગણા વધી ગયા: વિશ્ર્વમાં એકસ્ટ્રા મેરિટલ અફેર માટે ફ્રાંસે પ્રથમ એક માત્ર ડેટીંગ એપ શરૂ કરી જેમાં ભારતના ર0 લાખ યુઝર્સ જોવા મળે છે

મોજ – શોખ, લાચારી, મજબૂરી અને જીજ્ઞાસાને કારણે કોઇપણ વ્યકિત આ એકટિવીટીમાં જોડાય છે: પતિ તરફનો અસંતોષ મહિલાને અને પત્ની તરફનો અસંતોષ પતિને લગ્નોત્તર સંબંધ તરફ દોરી જાય છે

 

‘દેખ તેરે સંસાર કી હાલત કયાં હોઇ ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન’

 

આજના ઇન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં હવે બધી વસ્તુ આંગળીના ટેરવે મળતી થઇ ગઇ હોવાથી લફરા કે લગ્નેત્તર સંબંધો પણ બહુ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા દશ વર્ષમાં પરણિત મહિલાના લગ્નોત્તર સંબંધો ત્રણ ગણા વધી ગયા છે. આજે મોબાઇલ દ્વારા સંપર્કમાં અરળતા થઇ ગઇ હોવાથી આવા સંબંધો તથા તેના સ્થળો બધે જોવા મળી રહ્યા છે. દરેક માનવીને પ્રેમ-હુંફ અને લાગણીની જરુર હોય છે, અને જો તેને આ ન મળે તો બીજે શોધવા તરફની ગતિ કરે છે પછી સ્ત્રી હોય કે પુરૂષ-તાજેતરનો એક સર્વેમાં ગૃહિણીઓ માટે મોબાઇલ એટલે એકલતા દૂર કરવી.

લગ્ન જીવનમાં એકબીજા પરત્વેનો સ્નેહ-વિશ્ર્વાસ ખુબ જ જરુરી છે. લગ્નમાં બેવફાઇના ઘણા કારણો હોય છે પણ પ્રેમનો અસંતોષ તેને લગ્નેત્તર સંબંધ તરફ દોરી જાય છે. વિશ્ર્વમાં એકસ્ટ્રા મેરિટલ અફેર માટે ફ્રાંસે વિશ્ર્વમાં પ્રથમ વાર એક માત્ર ડેટિંગ એપ શરુ કરી જેમાં આપણા દેશના ર0 લાખથી વધુ યુઝર્સ જોવા મળે છે. આવી ડેટીંગ લાઇટ પર સર્ફ કરવાનો સમય બપોરનાં ર થી 4 કે મોડીરાત લોકોની પ્રથમ પસંદ હોય છે. ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઇનું કારણ એકલતા જોવા મળે છે. તો લગ્નેત્તર સંબંધોને કારણે પતિ-પત્ની અલગ થવાના કિસ્સાઓ પણ સમાજમાં વધી રહ્યા છે.

એક તારણ મુજબ લગ્નેતર સંબંધો તરફ વ્યકિતના ઢળવા ના કારણોમાં ઘરેલું હિંસા, ઘ્યાનનો અભાવ, બાળકોની જવાબદારી, શારીરિક અસંતોષ,કોમ્યુનિકેશન ગેપ, ભાવનાત્મક જોડાણનો અભાવ, નાની ઉંમરે લગ્ન, ખોટા કારણોસર લગ્ન, મતભેદો, સામાન્ય રસનો અભાવ, ઉત્તેજનાનો અભાવ જવા વિવિધ કારણો જોવા મળે છે. આવતી સાઇટો પર મહિલાઓ માટે ફ્રિ રજીસ્ટ્રેશનની સુવિધા હોય છે. દેશના મુંબઇ, દિલ્હી, બેગ્લોર, કોલકતા, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવા લગ્નેતર સંબંધો ખુબ જ ફુલ્યા ફાલ્યા છે.

બધુ જ સુખ હોવા છતાં માત્ર શારીરિક અસંતોષ પણ આવા સંબંધો તરફ દોરી જાય છે, આજે ઘણા યંગસ્ટારો આવા કામ સાથે જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. અમુક આ પ્રકારના કાર્યોની સાઇટો – એપ કે સોશિયલ મિડીયાના માઘ્યમથી સ્ત્રીઓને આ પ્રકારે તમામ સુવિધા પુરી પાડે છે.

શારીરિક સંબંધો બાંધવાના કારણોમાં મોજ શોખ, લાચારી, મજબૂરી અને જીજ્ઞાસા વૃત્તિ મોખરે હોય છે. મને કમને પણ આવા સંબંધો બંધાઇ જતાં હોય છે અને પછી તે સક્રિય થઇ જતાં પુરૂષ કે સ્ત્રી તેમાંથી બહાર નીકળી શકતા નથી. આવી એપ વિશ્ર્વમાં ર009માં લોન્ચ થઇ હતી પણ ભારતમાં તેનો વ્યાપ 2017 થી વઘ્યો છે. લગ્ન જીવનની નિરસતા પણ આવા સંબંધો બાંધવા મહિલાઓને આકર્ષે છે. આજે નાના શહેરો કે ગામડામાં પણ 3 ટકા જેટલા લોકો આવી સાઇટનો ઉપયોગ કરતાં થઇ ગયા છે. બેંગલોરમાં તો આવા સંબંધો સામાન્ય થઇ ગયા હોવાથી તે બેવફાઇની રાજધાની કહેવા લાગી છે. મઘ્યરાત્રીએ ર4 થી 30 જુથની મહિલાઓ ને પુરૂષ અને જયારે મહિલા 31 થી 40 વર્ષના પુરૂષોને શોધે છે.લગ્ન જીવનમાં કંટાળો એ ભારતીય મહિલાઓની બેવફાઇનું મુખ્ય કારણ જોવા મળે છે. આપણી લગ્ન વ્યવસ્થાને આવા સંબંધો તોડી રહ્યા છે. આજે પતિન-પત્ની વાતચીતના અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ટેકનોલોજીના આગમનથી પરસ્પર સંચાર ભલે ઓછો થયો પણ બાહ્યસંચાર ખુબ જ વધી ગયો છે. આ કોન્સેપ્ટે લગ્ન જીવન પર ઘણી અસર કરી છે. વિશ્ર્વમાં સૌથી ઓછા છુટાછેડા ભારતમાં થાય છે. જો કે છેલ્લા દશકામાં તેનો આંક પણ વધવા લાગ્યો છે. યુ.એન.રિપોર્ટ મુજબ આપણાં દેશમાં છુટાછેડાનો દર 101 ટકો છે. જેનો મતલબ 100 યુગલો  પૈકી એક વિખુટા પડે છે.

આપણી લગ્ન પ્રથાનો આધાર વિશ્ર્વાસ પર છે જે લગ્નેતર સંબંધોને કારણે તૂટતો જોવા મળે છે. લગ્ન બાદ પણ રિલેશન શિપ હોવ શકે પણ તેની એક હદ હોય છે. આજે તરૂણો સેકસના રહસ્યો જાણવા આવી પ્રવૃતિ તરફ ઢળતાં જોવા મળી રહ્યા છે. વર્ષો પહેલા ઓશો રજનીશે જણાવ્યું હતું કે દરેક સ્ત્રીના મગજમાં તેના પતિ સિવાયની વ્યકિત અને સામે પુરૂષના મગજમાં પત્ની સિવાયની બીજી સ્ત્રી અંકિત હોય છે. આજે તો મીસ કોલમાંથી પણ આવા સંબંધો ખીલી ઉઠતા જોવા મળે છે. સ્ત્રી-પુરૂષનો જેન્ડર રેશિયો અને બેલેન્સ થતાં બળાત્કાર, દુષ્કણો જેવી ઘટના વધુ બનવા લાગી છે. આવા ગુનાહિત કૃત્ય માટે ર01પ પછી મૃત્યુ દંડની સજામાં 40 ટકાનો વધારો જોવા મળે છે.

પ્રાચિન રોમમાં કાયદેસર રીતે નગર વધુ કે વૈશ્યા સાથે સંબંધો રાખવાની છુટ હતી. આજે મોટાભાગની સ્ત્રીઓ સ્વતંત્ર કારકિર્દીમાં પ્રવેશે ત્યારે ઇચ્છે કે ન ઇચ્છે સ્ત્રીએ કેરિયર નિભાવવા કે કામ કઢાવવા આડો સંબંધ બાંધવો જ પડે છે. આજે પુરૂષ પ્રધાન દેશમાં સ્ત્રીઓ પણ નોકરી કરતી હોવાથી ‘વફાદારી’ નિભાવી શકતી નથી. આવા સંબંધોમાં ઘણીવાર પત્ની સાથે છુટાછેડા લઇને આડાસંબંધો ને સિધા કરીને પત્ની પણ બનાવી દે છે. પતિ કે પત્નીની બેવફાઇને કારણે પ3 ટકા લગ્નો છુટાછેડામાં પરિણામે છે. આજે તો આડોશ-પાડોશમાં પણ આવા સંબંધો વધવા લાગ્યા છે. આજે પત્ની-પતિને આ વ્યવસાય કરવાની છુટ આપીને નાણા રળી લેતા જોવા મળે છે. ઘર નોકર કે સેક્રેટરી સાથે લફરાતો જુગ જાુના થઇ ગયા છે. પતિ-પત્નીના લગ્નેત્તર સંબંધો હવે ગુનો ગણાતો નથી ત્યારે બન્નેની સંમતિથિ થતી આ પ્રવૃતિને કેમ રોકી શકાય તે પણ એક પ્રશ્ર્ન છે.