Abtak Media Google News

વિશ્વ દૂધ દિવસ 2021 ની ઉજવણી પર્યાવરણ, પોષણ અને સામાજિક-આર્થિક સશક્તિકરણ સાથે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા પર કેન્દ્રિત થીમ સાથે વિશ્વ દૂધ દિવસ ની ઉજવણી કરવામાં આવશે.માતાપિતા ખાતરી કરે છે કે તેઓ હંમેશાં ફ્રિજમાં એક કાર્ટન રાખે છે, મહેનત કરતા ડેરી ખેડુતો, દુષ્કાળ અને કુપોષણને પહોંચી વળવા સહાય માટે ડેરી પૂરવણી પૂરી પાડતી સંસ્થાઓને. એવા લોકોનું નેટવર્ક જે એમને દૂધનો આનંદ માણવામાં મદદ કરે છે.

Vlcsnap 2021 05 31 18H00M20S451 દૂધની સંપૂર્ણ સચોટ માહિતી મેળવવા અબતક દ્વારા ડેરી વેપારીઓ, માલધારીઓ, દૂધની ફેક્ટરીના સંચાલકો તેમજ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓની ખાસ મુલાકાત કરી તેમજ વિગતવાર ચર્ચા કરતા તમામ વ્યક્તિઓ એ જણાવ્યું દૂધે સંપૂર્ણ આહાર છે વિશ્વમાં સર્વ સ્વીકૃત આહાર તરીકે ગણવામાં આવે છે દૂધ નું આયુષ્ય આમ તો બે થી ત્રણ કલાકનો હોય છે પરંતુ પાસ્યુરાઈડ કર્યા બાદ દૂધ નું આયુષ્ય બે-ત્રણ દિવસનું થઈ જતું હોય છે. આપણા સમુદાયો, શાળાઓ અને ઘરોમાં – જે લોકો આપણને સૌથી વધુ મહત્ત્વ આપે છે તેમને ઓળખવા માટે તે એક સરળ, કુદરતી રીત પ્રદાન કરે છે. 2001 માં, કોઈએ નક્કી કર્યું કે વિશ્વએ દૂધ સાથે સંબંધિત ઉજવણી માટે એક દિવસ લેવો જોઈએ.

Vlcsnap 2021 05 31 18H00M05S072

તેઓએ વિનંતી કરી કે એફએઓ (સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન) એ 1 જૂનને પસંદ કરી. 1લી જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવાની પરંપરા એ હકીકતથી ઉદ્ભવી છે કે ઘણા દેશો પહેલાથી જ આ તારીખે અથવા તેની આસપાસ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યા છે. મેના અંતમાંની તારીખ મૂળરૂપે પ્રસ્તાવિત હતી, પરંતુ કેટલાક દેશોને લાગ્યું કે આ સમયની આસપાસ તેમની પાસે ઘણી રજાઓ છે.

Vlcsnap 2021 05 31 17H59M00S085

પરિણામે, 1 લી જૂન એ દૂધને સમર્પિત ખાસ દિવસ બન્યો.વિશ્વ દૂધ દિવસ દૂધ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે અને દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને જાહેર કરવામાં એક મહાન કાર્ય કરે છે. વિશ્વ દૂધના દિવસ માટે વિશ્વના ઘણા દેશો આ વિશિષ્ટ દિવસની પસંદગી કરે છે તે હકીકત એ બતાવે છે કે દૂધ એ એક ખોરાક છે જે વિશ્વભરમાં પ્રિય છે.

દિવસ દરમિયાન 300 થી 400 એમ.એેલ દુધ મનુષ્યએ પીવું ફાયદાકાર નીવડે છે: મહેશભાઇ ગજેરા (સીતારામ ડેરી)

Vlcsnap 2021 05 31 17H57M07S831

મનુષ્ય જીવનમાં પોષ્ટીક આહાર એટલે દુધ અમારી ડેરી ખાતે ભેંસ અને ગાયના દુધનું ફેટ વધારે રહ્યું છે. ભેંસના દુધની માંગ વધારે રહેછે. ગાયના દુધ તો શુઘ્ધ માવો બનાવામાં આવે છે. તેમજ ગાયના દુધનું ઘી, રસગુલ્લા, દહીં. બનાવામાં ઉપયોગ થતો હોય છે. ડેરીની શરુઆતના સયમથી અને આસપાસના ગામમાંથી દુધની આયાત કરી છે. અમારી પોતાની આઠ ગયાો છે. તેના દુેધનો ઉપયોગ ડેરી ખાતે કરવામાં આવે છે. દોવાયેલા દુધનો ત્રણ કલાકમાં જ અમે ઉપયોગ કરી લેતા હોય છીએ. તેમ જ પાસ્યુરાઇડ દુધ કરવાથી દુધના આયુષ્યમાં વધારો થાય છે.

Cow

દુધના બેકટરીયા નો પણ ઘટાડો જોવા મળે છે. ભેંસના દુધના અમારે તથા દાણદાર પેંડા બનાવામાં આવે છે. થાબડી બનાવાય છે, ગુલાબ પાક, અંજીર પાક જેવી મીઠાઇઓ બનાવામાં આવે છે. જેમાં 6 થી 7 ફેટના દુધનો ઉપયોગ કરવામાં આવે છે. મનુષ્યએ ર4 કલાકમાં 300 થી 400 એમેલ દુધનો ખોરાક લેવો જરુરી છે.

લેબોરેટરીમાં ફેટ એસ.એ.નેફ વગેરેનું સંપૂર્ણ ટેસ્ટીંગ બાદ દુધ ફેકટરી ખાતે લેવામાં આવે છે: રાજેશભાઇ ડોબરીયા (યુ ફ્રેશ)

Vlcsnap 2021 05 31 17H59M28S087

લોકોમાં દૂધ વિષે જાગૃતા ફેલાઇ તેમજ દુધનુ સઁપૂર્ણ મહત્વ સમાજાય તેવા હેતુથી 1લી જુન વિશ્ર્વ દુધ દિવસ ઉજવામાં આવે છે. યુ ફ્રેશ ખાતે ભેંસના દુધની વધારે માંગ રહે છે. તેમજ દુધની વિવિધ પ્રોડકટમાં ભેંસના દુધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે બાળકોના વિકાસ અને સ્વાસ્થય માટે ગાયનું દુધ ઉત્તમ ગણાય છે. શીયાળાનું રૂતુમાં દુધનો ફલો ખુબ વધારે આવતા હોય છે. ત્યારે પાવડર વાળા દુધ બનાવા માટે ઉપયોગ થાય છે. જયાં દુધની સુવિધાઓ પહોચતી નથી તથા મિલ્ક પાવડર દુધનું વહેચાણ વધારે રહે છે.

પાવડર મિલ્ક નો ઉપયોગ કંપનીઓ દ્વારા જરુરીયાત મુજબ કરવામાં આવે છે. પાવડર મીલ્ક ખાવા કે પીવામાં કોઇપણ જાતની નુકશાની થતી નથી. સોયાબીનના દુધમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી લોકો તેને પીવાનું પસંદ કરે છે. સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે સોયાબીનનું દુધ ઉત્તમ ગણી શકાય છે. સામાન્ય રીતે દુધનું આયુષ્ય બે થી ત્રણ કલાકનું હોયછે. પરંતુ પાસ્યુરાઇડ કરીયા બાદ દુધનું આયુષ્ય બે થી ત્રણ

દિવસનું થઇ જતુ હોય છે. યોગ્ય ટેમ્પરેચર મુજબ તેને રાખવું જરુરી છે. યુ ફ્રેશ ખાતે પાંચથી સાત બી.એમ.સી. લગાડવામાં આવ્યા છે. જે દુધના ટેમ્પરેચર ને જાળવી રાખે છે. ફેકટરી ખાતે દુધ આવે પહેલા તેનું લેબોરેટરીમાં ચેકીંગ કરવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ ચેકીંગ કરી અમારી ફેકટરી ખાતે દુધની ખરીદી કરવામાં આવે છે. લોકોને મારો એક જ સંદેશ છે દુધ એ આપણે સંપૂર્ણ આહાર તેમજ મનુષ્ય માટે ગાયનું દુધ અમૃત સમાન છે.

ગીરગાયના દુધમાં શકિતનો અખૂટ સ્ત્રોત છે: ભરતભાઇ ધોળકીયા (માલધારી)

Vlcsnap 2021 05 31 17H58M43S884

અમારે ગીર ગાયોના દુધનો ધંધો છે. તેમજ વર્ષોથી માલ ઠોર સાથે વ્યવસાય કરી રહ્યા છીએ અમે લોકોના સ્વાસ્થ્ય માટે આજ દિવસ સુધી અમારા દુધાળા પશુઓના ખોરાકમાં બાંધ છોડ કરી નથી. રોજનું પ0 થી 60 લીટર દુધનું દોવાણ અમારે ત્યાં થતું હોય છે. મનુષ્ય માટે ગાયનું દુધ એ સંપૂર્ણ આહાર છે. ગીર ગાયનું દુધ એ અમારી માટે વ્હાઇટ ગોલ્ડ છે.

ગીર ગાયના દુધમાં ઇમ્યુનીટી મોટી માત્રામાં હોય છે. અમારા ગ્રાહકોને 60 રૂપિયા લેખે દુધનું વહેચાણ કરવામાં આવે છે. તેમજ આપણા શાસ્ત્રમાં પણ ગાયના દૂધની મહત્વતા ખુબ મોટી બનાવામાં આવીછે.ત્યારે માલધારી સમાજમાં દુધનું ચલણ આદીકાળથી ચાલ્યું આવે છે. ઘણા દુધાણા પશુઓ છે પરંતુ ગાયના દુધમાં શકિતનો અખૂટ છે. ઇમ્યુનીટીનો ભંડાર છે.

લોકોને પ્રોસેસીંગ વગરનું તેમજ કુદરતી પોષણયુકત દુધ પહોચાડે છે  વૈદીક મીલ્ક: દિપેનભાઇ રાણપરા (વેદીક મીલ્ક ચેરમેન)

Vlcsnap 2021 05 31 17H59M16S714

મનુષ્ય જીવનમાં દુધનું આદીકાળથી મહત્વ રહ્યું છે. મનુષ્યનું સંપૂર્ણ આહાર એટલે દુધ કહી શકાય, વેદીક મીલ્કની શરૂઆત છ વર્ષથી પણ વધારે સમયથી કાર્યરત છે. દેશી ગીર ગયા નું ઉત્પાદન વેદીક મીલ્ક ખાતે કરવામાં આવે છે. લોકોને પોષ્ટીક અને ઉચ્ચ ગુણવતાવાળુ દુધ પહોચાડવાની જહેમત ઉઠાવી લોકોના સ્વાસ્થ્યની તકેદારીઓની જાણવણી રાખવામાં આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ ગ્લાસની બોટલનો કોન્સેપર લોકો સુધી લઇને  આવ્યા, કાચની બોટલમાં દુધ લોકો સુધી પોચશે તે પહેલા તેની વ્યવસ્થીત રીતે સાફસફાઇ કરવામાં આવે છે. તમામ જગ્યા પર સેનેટાઇઝીંગ રોજ કરવામાં આવે છે. લોકોને 36પ દિવસ  અમારા સ્ટાફ થકી દુધ મળી રહે છે.

દુધના પ્રકાર ઘણા બધા છે. ઘણા પ્રાણીઓ દુધ આપે છે. અને લોકો પોતાના સ્વાસ્થ્ય અનુરુપ દુધ પીવું પસંદ કરતા હોય છે. પરંતુ ગાયનું દુધ એ સંપૂર્ણ આહાર સમુ અને સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. અમારે માત્ર ગીર ગાયના દુધ પર વધારે મહત્વ રહ્યું છે. જે અમૃત સામન ગણી શકાય છે. વેદીક મીલ્કમાં દુધ સાથે કોઇપણ જાતની છેડછાડ કરવામાં આવતી નથી. દુધ તે સીધુ ગ્રાહક સુધી પહોચાડવામાં આવે છે. ચોખ્ખુ દુધ લોકો સુધી પહોચાડાય છે અમારા મત મુજબ ગાય તેમજ ગીર ગાયનું દુધ સીધુ દોહયા બાદ ઉપયોગ કરવું જો કુદરતી રીતે શરીર માટે લાભદાયક છે. અમારી ગાયો છુટથી અમારી વિશાળ એકરની જગ્યામાં ચરીયાણ માટે ફરે છે. જેથી સીઝન મુજબનું સારા દુધનું ઉત્પાદન થાય છે. અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક નીવળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.