Abtak Media Google News

ભારત દેશ ખાદ્ય તેલમાં આયાત પર વધુ નિર્ભર, ક્રુડ જેવી સ્થિતિ ન સર્જાઈ તે જરૂરી

કહેવાય છે કે લોકોએ સર્વપ્રથમ તેલ અને તેની ધાર જોવી જોઈએ પરંતુ હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી એવા સ્પષ્ટ થઈ ચૂકી છે કે તેલ અને તેલની ધાર જોતા લોકોને આગામી ત્રણ વર્ષ ખાદ્યતેલની આજના કારણે રાતા પાણીએ રડવું પડશે અને ગૃહિણીઓને પણ ઘણી તકલીફો વેઠવી પડશે. આ સ્થિતિ આવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારત દેશ ખાદ્યતેલના આયાત ઉપર વધુ ને વધુ નિર્બંધ જોવા મળી રહ્યું છે જેના કારણે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેતાં તેલના ભાવમાં સતત વધારો થતો હોય છે, તેની અસર સ્થાનિક લોકોએ ભોગવવી પડતી હોય છે. હાલની સ્થિતિ મુજબ સરકાર ઘણાખરા પ્રયત્નો પણ હાથ ધર્યા છે કે જેના કારણે ખાદ્ય તેલના ભાવો ને નિયંત્રણમાં લાવી શકાય એના માટે સરકારે સ્ટોક લિમિટ 90 દિવસ સુધી રાખવા માટેનો પણ નિર્ણય કર્યો છે.

વાસ્તવિકતા એ છે કે ખાદ્યતેલ અથવા ક્રૂડ ઓઇલ હર હમે માંગ અને તેના વેચાણ ઉપર નિર્ભર રહેતું હોય છે. ભારત અન્ય દેશોની સરખામણીમાં ખાદ્ય તેલની આયાત કરતો સૌથી મોટો દેશ છે ત્યારે ખાદ્યતેલમાં ખાદ્ય ઉભી થતા જે દેશો નિકાસ કરતા હોય છે તેઓને લૂંટવાનો મોકો મળી જતો હોય છે અને તેઓ તે સ્થિતિ નો ભરપુર લાભ પણ ઉઠાવતાં હોય છે. ઈન્ડોનેશિયા તેના નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો છે આ સ્થિતિ મુજબ હવે જો તે ભારતને ખાદ્યતેલ પૂરું પાડે તો તે પણ ઊંચા ભાવે આપશે. બીપી પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારત કોઇ દિવસ ખાદ્યતેલમાં પોતાની રીતે કોઈ ઉત્પાદન કરી શકવામાં નિષ્ફળ નિવડયું છે જે માત્રામાં ઉત્પાદન થવું જોઈએ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ના અભાવે થઈ શકતું નથી અને પરિણામે ભારતે અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડે છે.

હાલ ખાદ્યતેલમાં જે સ્થિતિ ઉદભવી થઈ છે તે ડુંગરીમાં પણ જોવા મળી હતી. તે સમયે ની સ્થિતિએ ડુંગળી એ ખરા અર્થમાં સફરજનની સાઈડ કાપી હતી જેનો મતલબ એ છે કે સફરજનના જે ભાવ જોવા મળતા હતા તેની સરખામણીમાં ડુંગળીના ભાવ વધુ આવ્યા હતા. સરકાર માટે ચિંતાનો વિષય એ જ છે કે આ પ્રકારની સ્થિતિ આગામી સમયમાં ઉદભવી તે ન થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે . ભારત દેશના સ્થિતિમાંથી બહાર લાવવા માટે ભારત સરકારે આયાત ડયુટી ઘટાડી સરકાર સ્થાનિક ભાવોને ઘટાડો કરવા માટે કામગીરી કરી રહ્યું હતું ત્યારે ફરી એક વખત વૈશ્વિક સ્તર ઉપર પામ ઓઇલના ભાવમાં વધારો થતાં તેલ નો નિકાસકર્તા દેશોએ પોતાના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. આ પૂર્વે સરકારે પણ ખાદ્ય તેલ ઉત્પાદકો ને ટોપ લિમિટ વધારવા માટેની મંજૂરી આપી હતી અને તે માટે 90 દિવસનો સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

પરંતુ હાલ સમગ્ર ભારત દેશમાં જે સ્થિતિ ઉદભવી થઈ છે અને ખાદ્યતેલમાં છે ખાદ્ય જોવા મળી રહી છે તેને માટે હજુ ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે અને લોકોએ મોંઘા થયેલા તેલનો ઉપયોગ કરવો પડશે. આ સ્થિતિ આગામી ત્રણ વર્ષ બાદ હવે તે માટેનું ભવિષ્યનું પ્લાનિંગ પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે ભારતે જે અન્ય દેશો ઉપર નિર્ભરતા રાખી છે તેને પણ દૂર કરવી આવશ્યક બની છે.

ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ ભારતની નિકાસ 28.51% વધી રૂપિયા 60,690 કરોડે પહોંચી

વૈશ્વિક ફલક ઉપર ભારત વધુ ને વધુ ઝડપી રીતે ઉભરી રહ્યું છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ભારતનો નિકાસ 28.51 ટકાએ પહોંચ્યો હતો. માહિતી મુજબ નિકાસ વધવાનું સૌથી મોટું કારણ પેટ્રોલિયમ,  એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો છે તે મુખ્ય કારણ સામે આવી રહ્યું છે. એકતામાં ઝડપી વિકાસમાં ઉછાળો આવતો ભારતનો નિકાસ રૂપિયા 60 હજાર કરોડને પાર પહોંચ્યો હતો. સરકારનું માનવું છે કે આગામી સમયમાં વધુ ને વધુ વિકાસ ઝડપી બને તે માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે અને તે દિશામાં આગામી સમયમાં દરેક પગલાં પણ ભરવામાં આવશે. સરકાર જે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી નુ સ્વપ્ન જોઈ રહ્યું છે તેને પૂર્ણ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ જો કોઈ પરિબળ હોય તો તે વિકાસ છે ત્યારે સરકાર વધુને વધુ નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તે એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.