Abtak Media Google News

લોકસભાની ચૂંટણીમાં લાભ ખાટવા કમલનાથે વિકાસલક્ષી યોજનાની કરી જાહેરાત

મધ્યપ્રદેશમાં ભાજપનો સફાયો કર્યા બાદ કમલનાથ જયારે એમ.પી.ના મુખ્યમંત્રી પદ પર બેઠા છે ત્યારે કોંગ્રેસની બધી સીટો અંકે કરવા કોંગ્રેસ પક્ષ હાલ અત્યારના મથી રહી છે. ત્યારે કોંગ્રેસ માટે એમ.પી.માં ગેમ ચેન્જર તરીકે પ્રસ્થાપિત થયા બાદ કમલનાથ લોકસભા ચૂંટણી પહેલા અનેક વિકાસલક્ષી મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. જેમાં કમલનાથે જણાવ્યું હતું કે, ઓબીસી માટે અનામત કવોટા જે ૧૩ ટકા હતો તે ૨૭ ટકા કરી દેવામાં આવ્યો છે. જયારે ૧૦ ટકા અનામત સવર્ણ લોકો માટે ઈબીસીમાં પણ જાહેરાત કરવામાં આવી છે. જે ૭૦ ટકાનો કુલ કવોટા આવરી લેશે.

વધુમાં તેઓએ ૬૦ હજાર સરકારી નોકરીની પણ ઘોષણા કરી હતી અને સરકારી કર્મચારીઓના ડીએમાં ૯ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વધુમાં મુખ્યમંત્રી કમલનાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા ઓબીસીને ૨૭ ટકા અને સવર્ણ લોકોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જે ખુબજ મોટી અને સરાહનીય વાત કહી શકાય. ભાજપ પક્ષ દ્વારા હરહંમેશ ઓબીસી માટે લોભામણી જાહેરાત કરવામાં આવતી હતી જેનો કોઈપણ પ્રકારનો અમલ કરવામાં આવતો ન હતો પરંતુ કોંગ્રેસ પક્ષ હર હંમેશ ઓબીસીના લોકો સાથે ઉભી છે અને તેમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધેલા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે યુવાઓને પ્રોત્સાહન આપવા યુવા સ્વાભિમાન યોજનાની પણ જાહેરાત કરી હતી જેમાં યુવાઓને ૧૦૦ દિવસની રોજગારી અને પ્રતિ માસ રૂ.૪ હજારનું સ્ટાઈપન્ડ આપવાનો પણ નિર્ણય લીધો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર આવતાની સાથે જ રાજયના સરકારી કર્મચારીઓના ડીએમાં ૨ ટકાનો વધારો પણ કર્યો છે જે પહેલા ૭ ટકા હતો અને વધારી ૯ ટકા કરી દેવામાં આવ્યો છે જેની અમલવારી જુલાઈ ૧લી ૨૦૧૮થી થશે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા આ તમામ નિર્ણયોને ભ્રામક જણાવ્યા હતા અને માત્ર લોકસભાની ચૂંટણીને કેન્દ્ર સ્થાનમાં રાખીને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.