ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે ફરી સમીર શાહની વરણી

samir shah | chamberofcommerece
samir shah | chamberofcommerece

શિવલાલ બારસીયાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું: નવનિયુક્ત પ્રમુખ સમીર શાહ આજે  પોતાની ટીમની જાહેરાત કરે તેવી સંભાવના.

શહેરની સૌથી જુની અને પ્રતિષ્ઠીત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝના પ્રમુખપદે આજે સમીરભાઇ શાહની વરણી કરવામાં આવી છે. પ્રમુખપદેથી શીવલાલભાઇ બારસીયાએ રાજીનામુ આપ્યા બાદ  મળેલી ઇમરજન્સી બેઠકમાં સર્વાનુમતે પ્રમુખપદ માટે સમીરભાઇ શાહની વરણી કરવામાં આવી છે. તેઓ આજે પોતાની ટીમની જાહેરાત કરશે.

ગત શનિવારના રોજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી બેઠક મળી હતી જેમાં વર્તમાન પ્રમુખ શીવલાલ બારસીયાની કામગીરી સામે વ્યાપક અસંતોષનો મુદ્દો ઉછળ્યો હતો. દરમ્યાન આજે શીવલાલભાઇ બારસીયાએ પ્રમુખપદેથી રાજીનામુ આપી દેતા કારોબારી કમીટીની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે સમીરભાઇ શાહની વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમીરભાઇ શાહ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે ચાલુ જ હતા પરંતુ રાજમોતી ઓઇલ મીલના મેનેજર દક્ષિણીની હત્યા કેસમાં જેલહવાલે થયા હોય, તેઓ પાસે ચેમ્બર પ્રમુખપદેથી રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. દરમ્યાન તાજેતરમાં તેઓને જામીન મળ્યા છે.