Abtak Media Google News

૬૦ ગામના ભકતો ધુનમાં જોડાયા: રતનપુર ગુરુકુલમાં કોલેજીયનોને વિનામૂલ્યે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા મળશે

રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલની નવનિર્માણ થઇ રહેલ રતનપુર (મોરબી રોડ) ખાતે ગુરુકુલ શાખાનો ટૂંક સમયમાં પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર ચૈત્ર માસમાં ભજન ભકિત થાય અને પ્રભુ પ્રસન્નતાર્થે એક માસ સતત રાત-દિવસ અખંડ ધુનની શરુઆત રાજકોટ ગુરુકુળના મહંત સ્વામી ગુરુવર્ય સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ કરાવી હતી.

G R 0406

આ ધુનમાં રાજકોટ, રતનપર, પારડી, ગૌરીદળ, ગુંદાસરા, બેડી સહીત ૬૦ ગામના ભાઇ બહેનો ધુનમાં જોડાયા છે. દિવસે બહેનો અને રાત્રિના ભાઇઓ આમ ચોવીસ કલાક ધુનથી વાતાવરણ ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે. ભાઇ-બહેનોને પોતાના ગામથી આવવા-જવા માટેની વ્યવસ્થા તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા ગુરુકુલ તરફથી કરવામાં આવી છે.ધુનનો પ્રારંભ કરાવતા દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે કલિયુગમાં ધુન ભજન શ્રેષ્ઠ છે. પ્રભુ ભજન એ કરવત જેવું કાર્ય કરે છે તે પાપને કાપી જીવનને શ્રેષ્ઠ બનાવે છે.

આ પ્રસંગે સદવિઘા માસિક મેગેઝીનના તંત્રી લક્ષ્મીનારાયણ સ્વામીએ જણાવેલ કે જીવન નદી જેવું છે અને ભજનએ ચેક ડેમ છે. ભજન સ્મરણ સેવા ઘ્યાન જેટલું કરીએ એટલું ઉપયોગી અને કામનું છે. ભજન ભકિતમાં કોઇભાગ પડાવી શકતું નથી.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં ધુનવાળા સ્વામીનું જેમને બિરુદ મળ્યું છે. રતનપુર ગુરુકુલની વિશેષતા એ છે કે અહીં વિનામૂલ્યે કોલેજીયન યુવાનોને ઉત્તમ કારકીર્દી ધડાશે. અહીં જે કોલેજીયન વિઘાર્થીને પ્રવેશ મળશે તેમના માટે કોઇપણ જાતના ચાર્જ લીધા વિના રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાનો લાભ મળશે એમ શાસ્ત્રી હરિપ્રિયયદાસજી બાલુભગત તથા નિલકંઠ ભગતની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.