Abtak Media Google News

૨૦૫૦ બુથો ઉપર ફરજ બજાવતા ૯ હજાર જેટલા કર્મચારીઓની અવર-જવર માટે આયોજન

આગામી લોકસભાની ચૂંટણીઓ તદ્દન નજીક આવી ગઇ છે. ત્યારે રાજકોટ જીલ્લા ચુંટણી તંત્ર પણ શાંતિપૂર્ણ અને ન્યાયીક રીતે ચુંટણી યોજાય તે માટે સજજ બની ગયું છે. ખાસ કરીને આગામી તા.ર૩ એપ્રીલે યોજાનાર મતદાનની કામગીરીમાં જોડાનાર અંદાજે ૯ હજાર જેટલા સરકારી કર્મચારીઓને શહેર જીલ્લાના જુદા જુદા બુથો ઉપર પહોચાડવા અને ત્યાંથી પરત લાવવા માટે ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

આ અંગેની રાજકોટ એસ.ટી. વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જીલ્લાના ૨૦૫૦ જેટલા બુથો ઉપર ચૂંટણી ફરજ બજાવનારા જુદા જુદા સરકારી ખાતાના કર્મચાીરોઓને મતદાન દરમ્યાન બુથો ઉપર આવવા અને જવા માટે માટે કલેકટર તંત્રએ રાજકોટ એસ.ટી. વિભાગ પાસે હાલની તકે ૧૦૦ બસોની માંગણી કરી છે.

આથી રાજકોટ એસ.ટી. વિભાગ તા.ર૧ ની મધરાતથી તા.ર૩ ના સાંજ સુધી ૧૦૦ વધારાની એસ.ટી. બસો કલેકટર તંત્રને ફાળવી દેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.