Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને જીલ્લાના ખેડુતો ખેતી પર નિર્ભર રહે છે ત્યારે તાજેતરમાં પડેલ કમોસમી વરસાદથી જીલ્લાના ચોટીલા અને બામણબોર સાયલા તાલુકામાં ખેતીને નુકસાની પહોચવાની શકયતાઓ સેવાઈ રહી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, સહિત ના પાકોનું મોટાપાયે ખેડુતો દ્રારા તનતોડ મેહેનત કરી વાવેતર કરવામાં આવે છે. જીલ્લા ના ખેડુતો સીચાઈ અને ખેતી માટે વરસાદ તેમજ કેનાલના પાણી નો ઉપયોગ કરે છે હાલ ખેડતોએ તલ, બાજરો, મગફળી સહિત ના પાકોનું મોટાપાયે હજારો હેકટર જમીનમાં વાવેતર કર્યુ હતું પરંતુ અચાનક સમગ્ર રાજય સાથે જીલ્લામા વાતાવરણનો પલ્ટો આવ્યો હતો અને ચોટીલા, બામણબોર સાયલા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડુતોના પાકને નુકસાની જવાની ભીતી સેવાઈ રહી રહી છે અને અંદાજે ૨૦ થી ૩૦% વાવેતર ઘટસે તેમ ખેડુતો જણાવી રહયા છે. આથી તાત્કાલીક રાજય સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચુકવવાની માંગ કરી રહ્યા છે.જયારે આ અંગે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા કમોસમી વરસાદથી નુકશાનીની વાતને નકારી કાઢી હતી અને હાલ ખેડુતોએ કરેલ પાક ખેતરમાંથી સલામત જગ્યાએ સગ્રહ કરી નાખ્યો હોઈ કમોસમી વરસાદથી ન થઈ હોવાનું જણાવ્યું હતું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.