પાટીલને આવકારવા લોઠડા-પીપલાણા-પડવલા-હડમતાળા ઇન્ડ. એસો.માં પ્રવર્તતો જબરો ઉત્સાહ

મુખ્ય માર્ગો પર લાગ્યા આકર્ષક હોિંડગ્સ બેનર

નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં અનેરુ સ્વાગત સન્માન થઇ રહ્યું છે. પાટીલને આવકારવા ઠેર ઠેર ભાજપના આગેવાનો કાર્યકર્તા ઓ વિવિધ સંસ્થા સંગઠનો ભવ્ય તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો આકર્ષક હોડિગ્સ બેનરથી શોભી ઉઠયા છે. ઉપરાંત રંગીલી નગરીને ધજા પતાકાથી શણગારાઇ છે. ત્યારે સી.આર. પાટીલનું જાજરમાન સન્માન કરવા લોઠડા – પીપલાણા – પડવલા – હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં પણ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને જાજરમાન સ્વાગત કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તેમજ હાઇ-વે ઉપર વિવિધ જગ્યાએ પાટીલનું સ્વાગત કરતા વિવિધ આકર્ષક હોડિગ્સ બેનર લગાવવામાં આવ્યા છે. લોઠડા – પીપલાણા – પડવલા  ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખ તથા જે.કે. ગ્રુપના ચેરમેન જયંતિભાઇ સરધારાના માર્ગદર્શન હેઠળ નાથભાઇ કાલરીયા કાન્તીભાઇ  માકડીયા, અરવિંદભાઇ કોરડીયા, રમેશભાઇ, દિનેશભાઇ અમૃતિયા, અશ્ર્વિનભાઇ ફળદુ, અશ્ર્વિનભાઇ માકડીયા, યોગેશભાઇ પાચાણી, આનંદભાઇ અમૃતિયા, જે. ડી. સાવલીયા, હરેશભાઇ રાખોલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.