Abtak Media Google News

ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે સી.આર. પાટીલે વિધિવત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી

ભાજપા પ્રદેશ કાર્યાલય  કમલમ, ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી  વી. સતિષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી  ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઈ વાઘાણી, પ્રદેશ કોષાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા  સુરેન્દ્રકાકા સહિત પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપાના તેરમા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર, વિવિધ સંગઠનલક્ષી કામગીરી સફળતાપૂર્વક નિભાવી ચૂકેલા, દક્ષિણ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવનાર અને ત્રણ ટર્મથી સાંસદ તરીકેની સફળ કામગીરી બજાવનાર  સી.આર. પાટીલને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બનવા બદલ હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.  ગુજરાતે હંમેશા દેશને દિશા આપી છે. નવનિર્માણ આંદોલન, જે.પી. આંદોલનનું ગુજરાત સાક્ષી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી વધુ મહત્ત્વની બની જાય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે  સી. આર. પાટીલના બહોળા રાજનૈતિક અનુભવી ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત શે, ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા  ‘સબ સમાજ કો લિયે સામે આગે હી બઢતે જાના’ મંત્ર સો રાષ્ટ્રપ્રમના ભાવી સેવાના ભાવ સાથે સી.આર.પાટિલના નેતૃત્વમાં કાર્ય કરશે.

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને મહત્વની જવાબદારી સોંપવા બદલ આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે ભાજપા જ એક એવી રાજનૈતિક પાર્ટી છે કે જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતા અનુસારની જવાબદારી મળે છે. મારા જેવા સામાન્ય કાર્યકર્તા કે જેણે એક નાના કાર્યકર તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો તેને ત્રણ વખત સાંસદ અને આજે પ્રદેશ અધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના ભાજપા સંગઠન ની કાર્યપ્રણાલીથી અન્ય રાજ્યના સંગઠનો પણ પ્રભાવિત છે અને તેને અનુસરી રહ્યા છે. હું સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતાથી આપણા ગુજરાતના ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.