Abtak Media Google News
  • જેતલસરની હિન્દુ યુવતી અને સરગવાડાના પરિણીત મુસ્લિમ યુવાને સજોડે ઝેર ગટગટાવતા ચકચાર
  • પંદર દિવસ પહેલાં લાપતા થયેલી હિન્દુ યુવતીએ વિધર્મી સાથે મૈત્રી કરાર કર્યા

હિન્દુ યુવતીને વિધર્મીઓ ફસાવવાની વધુ એક ઘટના સામે આવતા સનસનાટી મચી ગઇ છે. જેતલસરની હિન્દુ યુવતીને સરગવાડાના બે સંતાનના પિતાએ ફસાવી મૈત્રી કરાર કર્યા બાદ બંનેએ સજોડે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર નજીક આવેલા જેતલસરની રવિના નામની યુવતી અને જુનાગઢ નજીકના સરગવાડા ગામના રહીમ જીવા નોઇડાના નામના 34 વર્ષના યુવાનના બે વર્ષ પહેલા પરિચયમાં આવતા રહીમ વિધર્મી હોવાનું અને બે સંતાનનો પિતા હોવા છતાં પંદર દિવસ પહેલાં રવિના જેતલસરથી ભાગી ગઇ હતી અને છ દિવસ પહેલાં રહીમ નોઇડા પોતાના ઘરેથી ભાગી ગયા બાદ બંનેએ ગઇકાલે કેશોદમાં સજોડે ઝેરી દવા પી લેતા સારવાર માટે બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રહીમ નોઇડા કામ અર્થે બે વર્ષ પહેલાં જેતલસર આવ્યો હતો ત્યારે રવિના તેના પરિચયમાં આવ્યો હતો. રહીમ નોઇડાએ હિન્દુ યુવતીને ફસાવ્યા બાદ સતત તેના સંપર્કમાં રહ્યો હોવાથી પંદર દિવસ પહેલાં રવિના પોતાના ઘરેથી ભાગી ગઇ હતી. રવિનાના પરિવાર દ્વારા પોલીસમાં ગુમ નોંધ લખાવી હતી. પોલીસે રવિનાના મોબાઇલ નંબરની ડીટેઇલ કઢાવતા તે સરગવાડાના રહીમ નોઇડાના સંપર્કમાં હોવાનું બહાર આવતા પોલીસે રહીમ નોઇડાને ફોન કરી પોલીસ મથકે હાજર થવા અંગે જણાવતા તે પણ છ દિવસ પહેલાં સરગવાડાથી ભાગી ગયો હતો અને ગઇકાલે બંનેએ કેશોદ ખાતે ઝેરી દવા પી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લવ જેહાદ જેવી ઘટના બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.