Abtak Media Google News

આજ કાલ દુષ્કર્મની ઘટનામાં વધારો થતો જાય છે. ત્યારે સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે જે સાંભળતા તમારા પણ રૂવાળા ઉભા થઈ જશે. આ ઘટના સુરતના ઉમરામાં નંદનવન સોસાયટીની છે જ્યાં એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ બંગલા નંબર 18, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

લગ્નની લાલચ આપી મહિલાને કરી બ્લેકમેલ

આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધ્યા હતા. એટલું જ નહિ આરોપીએ મહિલાનો વીડીયો પણ ઉતાર્યો અને વીડિયોના આધારે મહિલાને બ્લેકમેલ કરી વરીવાર શારીરિક સબંધ બાંધવા મજબુર કરી હતી.

મહિલાને પોતાના મિત્રો સાથે પણ શારીરિક સબંધ બાંધવા કરી મજબુર

જયારે આરોપી જયેશે મહિલાને પોતાના બંગલામાં બોલાવી હતી ત્યારે તેના બીજા ત્રણ મિત્રો પણ સાથે હતા. જયેશે મહિલા સાથે શારીરિક સબંધ બાંધ્યા બાદ ત્યા હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.

પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જય હેમંત, યોગી પવાર અને અન્ય આરોપી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉમરા પોલીસે બેની ધરપકડ કરી છે. જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.