Abtak Media Google News

આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા કચેરી ખાતે બલૂન્સની સજાવટ અને કેક કટીંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. એસ.ટી બસ પોર્ટ, જ્યુબીલી માર્કેટ, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, યુનિવર્સિટી રોડ સહિતના સ્થળો પર ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન દ્વારા અવરનેશ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અને જન જાગૃત્તિ માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષનું સૂત્ર સેફર ફૂડ બેટર હેલ્થના અનુસંધાને કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે હોર્ક્સ ઝોનના સંચાલકોને ફૂડ સેફ્ટી અંગે સમજ આપવા માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.