Abtak Media Google News

આરટીઈની ફેક વેબસાઈટ બ્લોક કરાઈ : પોલીસ ફરિયાદ દાખલ

રાઈટ ટુ એજ્યુકેશનની ફેક વેબસાઈટ બનાવી લેભાગુ તત્વોએ વાલીઓને છેતરવાનુ સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ સમગ્ર મામલે જણાવ્યુ છે કે ઓનલાઈન ઓનલાઇન આરટીઈ કાફે વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ગાંધીનગર સેક્ટર 7માં ફરિયાદ આપવામાં આવી છે.

આરટીઈ પ્રવેશની લાલચ આપીને વાલીઓ સાથે છેતરપિંડી કરનારાઓની ખેર નથી. મીડિયાના અહેવાલો બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. રૂપિયા 3 હજારમાં 100 ટકા પ્રવેશ આપવાનો દાવો કરતી આરટીઈ કાફેની સાઈટ બ્લૉક કરી દેવાઈ છે. શિક્ષણ વિભાગે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાને દાવો કર્યો કે આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. આરટીઈની બોગસ વેબસાઈટ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ લેભાગુ તત્વોને છોડવામાં નહીં આવે. તેમણે વાલીઓને અપીલ કરી કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આરટીઈના નામે રૂપિય માગે તો સરકાર કે પોલીસનું ધ્યાન દોરે.

શિક્ષણમંત્રીએ વાલીઓને અપીલ કરી છે કે આવા કોઈપણ લેભાગુ તત્વોની વાતોમાં ન આવે અને રૂપિયા ન આપે. સરકારની રાઈટ ટુ એજ્યુકેશન યોજના ગરીબ બાળકોના શિક્ષણ માટેની યોજના છે. તેમા સરકાર દ્વારા એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. આ સરકારની ખૂબ સારી યોજના છે. વધુમાં શિક્ષણમંત્રી પાનસેરિયાએ ઉમેર્યુ કે મે પણ એવી એક ફેક વેબસાઈટ જોઈ અને ધ્યાન ધોર્યુ છે. વાલીઓને અપીલ છે કે કોઈ પણ લોકો આરટીઈ માટે રૂપિયા માંગે તો અમારું કે પોલીસનું ધ્યાન દોરો.આજે ફેક આઈડી બનાવુંએ એક સામાન્ય બાબત થઈ છે. પરંતુ આવું કંઈપણ ધ્યાનમાં આવે તો લોકો અને મીડિયા અમારું ધ્યાન દોરે છે, જેથી આ અટકાવી શકાય.

રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટેની ફેક વેબસાઈટ શરૂ કરી વાલીઓને છેતરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક યુવતી આરટીઈ કેફેના નામે વેબસાઈટ ચલાવી વાલીઓને 3000 રૂપિયામાં ફોર્મ ભરી આપી એડમિશન અપાવવાનું કહે છે. આ ઉપરાંત 100 ટકા ફોર્મ મંજૂર થવાની ગેરંટી પણ આપી રહી છે. ચોંકાવનારીતી વાત એ પણ છે કે આ યુવતીએ પોતાના પોસ્ટરમાં સર્વ શિક્ષા અભિયાનનો લોગો પણ વાપર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.