Abtak Media Google News

૬૦થી વધુ સ્કૂલો કોલેજો અને ૨૫૦૦૦ જેટલા રજિસ્ટ્રેશન કરાવવાની જવાબદારી સ્વીકારી

રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રાજકોટ પોલીસ કમિશ્નર ઓફીસ અને રાજકોટ મનપાના ઉપક્રમે પાણી બચાવો શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફીક નિયમન જેવા વિષયોને પ્રમોટ કરવા સફળ મેરેથોનનું તા.૧૮ ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેરેથોન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને રાજકોટ મનપા દ્વારા વધુમાં વધુ લોકો આ મેરેથોનમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સંદર્ભે રાજકોટની તમામ સ્કુલ-કોલેજો મેરેથોનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લે તે માટે રાજકોટ સેલ્ફ-ફાઈનાન્સ સ્કુલ અને કોલેજ એસોસીએશનના સભ્યો માટે મીટીંગ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

મેરેથોન ઈવેન્ટ માટે રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપની ઓફીશીયલ રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતાની રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ સ્થાને નિમણૂંક કરાઈ. આ તકે મ્યુનિસિપલ કમિશનર બી.એન.પાની, આસી.કમિશ્નર નંદાણી, જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી.મહેતા, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસો.ના પ્રમુખ અજય પટેલની હાજરીમાં ૬૦ થી વધુ સ્કુલો અને કોલેજોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. કમિશનર દ્વારા ઈવેન્ટની સફળતા માટે બધી સંસ્થાઓ સહયોગ આપવા અપીલ કરાઈ છે અને તમામ લોકોએ એક સ્વરમાં ૨૫૦૦૦થી વધુ પ્રતિયોગીતાઓના રજીસ્ટ્રેશન કરાવવા ખાતરી આપી હતી.

આ મીટીંગમાં જીનિયસ મિડિયમ સ્કુલ, ન્યુ એરા સ્કુલ, જય ઈન્ટરનેશનલ સ્કુલ, ગાર્ડી વિદ્યાપીઠ, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રિન્સેસ સ્કુલ, મોદી સ્કુલ, ધોળકીયા સ્કુલ, એસએનકે ઉપરાંત અન્ય તમામ મોટી સ્કુલો અને કોલેજોના પ્રતિનિધિઓ હાજર ર્હયાં હતા. વિશેષ માહિતી માટે સંસ્થાના સીઈઓ ડીમ્પલબેન મહેતા મો.૯૮૭૯૫ ૫૭૧૧૧ ઉપર સંપર્ક કરવા અથવા વેબસાઈટ www.rajkotmarathon.com ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.