Abtak Media Google News

મોરબી જિલ્લાના જલસિકા ગામ પાસેનો મચ્છુ-1 ડેમ 96.49% ભરાયો છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.  તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ આંક મુજબ, સાંજે 6 વાગ્યાથી સવારે વાગ્યા સુધીના 12 કલાકના અરસામાં મોરબી જિલ્લાના માળીયા (મી.)માં 27 ખખ, મોરબી શહેરમાં 32 ખખ, વાંકાનેરમાં 10 ખખ અને હળવદમાં 23 ખખ વરસાદ ખાબક્યો હતો. જયારે ટંકારામાં 9 ખખ, માળીયા (મી.) 17 ખખ, મોરબી શહેરમાં 13 ખખ અને હળવદમાં 4 ખખ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે બીજી તરફ સેશન અધિકારી એન.વી. પટેલના જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના, જલસિકા ગામ પાસેનો મચ્છુ-1 ડેમ તેની નિર્ધારિત સપાટીથી 96.49% ભરાઈ ગયો છે. અને હજુ પણ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતા ડેમની નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર-શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર મળી કુલ 24 ગામોના લોકોને એલર્ટ કરાયા છે, તેમજ નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.