Abtak Media Google News

મોરબી જીલ્લામાં બુધવારે સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં વરસાદ ને કારણે વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમની હેઠવાસમાં આવતા મોરબી અને વાંકાનેરના કુલ 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-1 ડેમની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોઈ તેમજ ડેમની સંગ્રહશક્તિના 70.05% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલું છે, જેથી ડેમના નીચવાસના વાંકાનેર તાલુકાના

હોલમઢ, જાલસીકા, વાંકાનેર-શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢવા તથા ધમલપર ગામને તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર તથા લીલાપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.