Abtak Media Google News

વિરોધપક્ષ અને અધિકારીઓને રાજકોટ કોર્પોરેશન દબાવતું હોવાની ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુની રાવ

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના હકકને દબાવી રહ્યું હોવાના આક્ષેપો સાથે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં આરોપો મુકવામાં આવ્યા છે કે, કમિશ્નર પણ ભાજપના કાર્યકરની જેમ કામ કરી રહ્યા છે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તેના પ્રચાર માટે ગુજરાત સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનના પૈસે જે લોકોના પરસેવાની કમાણી છે અને જેના પર ખરેખર લોકોનો હકક છે અને જેમાંથી લોકોની સુવિધામાં વધારો થાય તેમાં વાપરવા જોઇએ તેના બદલે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા આ પૈસાનો ખોટો વેડફાટ કરી રહ્યા છે. ફરીથી રાજકોટમાં થી ચુંટણી જીતવા હવાતીયા મારી રહ્યા છે. આર.એમ.સી. કમીશ્નર પોતે પોતાની બઢતી માટે હોય કે કોઇ અંગત હીત હોય એમ સરકારી એટલે કે લોકોના પૈસાના પગારે લોકો માટે કામ કરવાના બદલે ભાજપના કાર્યકર થઇને કામ કરી રહ્યા છે.

આ અધિકારીઓની સુરક્ષા માટે સાથે રાખેલ વીજીલન્સ પોલીસના માણસો પણ ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીની આ ગંદી હરકતને સહન કરવા સિવાય વિકલ્પ ન હોય કેમ કે આર.એમ.સી. કમિશ્નરની મનાઇ હોય છે. આમ તો આર.એમ.સી. કમિશ્નર બહુ સુફીયાણી સલાહો આપે છે. જે સાંભળવામાં સારી પણ લાગે છે કે સર્કલોમાં કયાંક વચ્ચે પોસ્ટર કે બેનર ન મારવા તેના બદલે ભાજપની સામે દંડવત કરતા  અને જુકી જુકીને જાતે બેનર મરાવતા હોય તેવું દેખાય છે. ભાજપના બેનરને સર્કલોમાં વચ્ચે પણ લગાડવાની સુવિધા કરી આપવામાં આવે છે. ભાજપના ઇશારે કોંગ્રેસના બેનર ઉતારી તે જગ્યાએ ભાજપના બેનર મારવાની અને રીતે એક જાણી ભાજપના હ્રદયગરા ગુલામ તરીકેનું કામ કરી આર.એમ.સી. કમિશ્નરે આઇ.એ.એસ. ને ના શોભે તેવું કાર્ય કર્યુ છે. જે ગેરવ્યાજબી છે.આવા કરતૂતો કયારેય ચલાવી ના લેવાય અને અમે ચલાવવા માગતા પણ નથી માટે અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે. જયાં જયાં અમારા બેનર ઉતારી અને ભાજપના બેનર લગાડવામાં આવ્યા છે ત્યાં ભવિષ્યમાં હજુ પણ જો આવી તકલીફ ચાલુ રહેશે તો ભાજપ અને વહીવટી તંત્રને આથી પણ વધુ આકરા અને આચર્યજનક કાર્યક્રમો માટે તૈયારી રાખવી પડશે અને વધુ આક્રમક બનીશુ. ભાજપ અને વહીવટી તંત્રનો આ માનસીક નિર્ણય જ દેખાડે છે. હવે ગુજરાતની જનતા જાગી ગઇ છે અને એજ સૂચવે છે. કોંગ્રેસ આવે છે બહુ તો તમે ગેરકાયદે પોલીસનો અને વહીવટી તંત્રનો તમારી ટેવ મુજબ દુરઉપયોગ અમારી ઉ૫ર કરશો પરંતુ લોકશાહીમાં અને કોઇનાથી ડરીશું.

વધુમાં રજુઆતમાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ.કમિશ્નર ભાજપના કાર્યકર કે વિજય ‚પાણીના અંગત થવાને બદલે એક આઇ.એ.એસ. ઓફીસર બની લોકોના માણસ બને એ જરુરી છે.રેષકોર્ષ-૨ બને એ ખુબ સારી વાત છે જેનું આયોજન ખુબજ વહેલું થવું જોઇએ. હજી પણ એ એક સપનું છે…. કયારે ડેવલોપ થાશે કયારે લોક ઉપયોગી થાશે તેની કોઇપણ જાહેરાત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.