Abtak Media Google News

‘બકેટ લિસ્ટ’થી મરાઠી સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહી છે માધુરી દીક્ષિત..!

માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’નું ટ્રેલર `નિર્માતા દ્વારા થોડા સમય પહેલા જ રીલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરને જોયા પછી આ એવું કહી સકે છે કે આ ફિલ્મ માત્ર દર્શકોના મનોરંજન માટે જ નથી પરંતુ આ ફિલ્મ એક ખાસ સંદેશો પણ આપે છે.આ ફિલ્મમાં માધુરી દીક્ષિત એક હાઉસ વાઈફનું કિરદાર નિભાવી રહી છે.જે પોતાના પરિવારની તમામ જિમ્મેદારીથી ઉપર ઊઠીને એની બકેટ લીસ્ટમાં રાખેલી કરેલી તમામ ઇચ્છાઓને પૂરા કરવાની મનોકામના રાખે છે.

Advertisement

Bucket List 1ડાયરેક્ટર તેજસ દ્વારા બનાવમાં આવેલી આ ‘બકેટ લિસ્ટ’ ફિલ્મ એક સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ છે. જેમાં એક મહિલા ખુદને ઓળખે છે. માધુરી દીક્ષિતે ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ ની વાત કરતાં જણાવ્યુ છે કે, ‘આ ફિલ્મ માત્ર એક હાઉસ વાઈફની કહાની નથી પરંતુ આ ફિલ્મ લોકોને જિંદગી જીવવાની એક નવો રસ્તો બતાવે છે. આ ફિલ્મમાં દર્શકોને ખાલી એક સંદેશો જ નહીં મળે પરંતુ આ ફિલ્મને જોયા પછી તેમને ખબર પડશે કે ખરેખર જિંદગી કેવી રીતે જીવાય…

https://www.youtube.com/watch?v=Rlmxohf1i_8

આ ફિલ્મ કર્યા પછી માધુરી દિક્ષિતે જણાવ્યુ હતું કે હું હંમેશા મરાઠી સિનેમા સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી પરંતુ કોઈ દિવસ આવો મોકો જ ન મળ્યો. પરંતુ માધુરી દીક્ષિત આ ‘બકેટ લિસ્ટ’ મરાઠી ફિલ્મમાં કામ કરીને ખુબા જ ખૂસ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.