Abtak Media Google News

ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ કરી જવાબદાર વ્યકિત સામે કાર્યવાહી કરવા માંગ

જોડીયા ગામે કરોડો રૂપિયાના ખર્ચે ભુગર્ભ ગટર નો પ્રોજેકટ નાખવામાં આવેલો છે ૨૦૧૪માં વર્ષ એજન્સીએ કામ પુર્ણ કરી આ ગટર જિ.પં.ના સિંચાઇ ખાતા હસ્તક મુકેલ છે.

આ પણ આ યોજના ના નાના મોટા ખર્ચ સિંચાઇ વિભાગ જિ.પં. જામનગર દ્વારા થાય છે. ૨૦૧૪ થી આજદિન સુધી આ ગટરનું મેનટેનન્સનું કામ કોઇને સંભાળેલ નથી. મેનટેનન્ટ ન થવાના કારણે અનેક જગ્યાએ ભુર્ગભ ગટરની લાઇન ચોકકસાઇ થઇ જવાના કારણે ઠેર ઠેર જગ્યાએ ગટરોનું પાણી ઉભરાય છે અને વ્યાપક પ્રમાણમાં ગંદકી ફેલાય છે.

છેલ્લા એક મહિનાથી ભુર્ગભ ગજ્ઞરનું લાઇટ કનેકશનનું બીલ ૭ લાખ બાકી હોવાના કારણે પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભ ગટરનું કનેકશન કાંપી નાખવામાં આવેલ છે.

જે ખુબ ગંભીર બાબત છે. આ બાબતે મારા દ્વારા કાર્યપાલક ઇજેન જીલ્લા પંચાયત જામનગરને રજુઆત કરતા તેઓ દ્વારા એમ કહેવામાં આવેલ કે આ લાઇટબીલ ની રકમ જોડીયા ગ્રામ પંચાયત ને ભરપાઇ કરવાની હોઇ જોડીયા ગ્રામ પંચાયત રકમ ભરપાઇ નથી કરી તેના કારણે લાઇટનું કનેકશન કપાઇ ગયેલ છે.

જોડીયા ગ્રામ પંચાયત પાસે મે રજુઆત કરવા તેઓ દ્વારા એવું કહેવામાં આવે કે જોડીયા ગ્રામ પંચાયત માથે દોઢ કરોડનું દેવું છે. જોડીયા ગ્રામ પંચાયત કોઇપણ સંજોગોમાં આ લાઇટ બીલ ભરપાઇ કરી શકે તેમ નથી આ ઉપરાંત હજી આ યોજના જીલ્લા પંચાયત જામનગર હસ્તકની છે.

આ ગંભીર સમસ્યાનું કાયમી નીરાકરણ આવે તેવા નિર્ણય કરી જવાબદારો ને તેની જવાબદારીનું ભાન કરવાની માંગણી સાથે રજુઆત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.