Abtak Media Google News

Table of Contents

અર્થવ્યવસ્થાને ’જેટ’ ગતિ આપવા મધ્યપ્રદેશ સજ્જ!!!

એમપી ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, સીઆઈઆઈ સહિત રાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ આંતરરાષ્ટ્રીય બિઝનેસ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે 11 અને 12 જાન્યુઆરી 2023 ના રોજ સમિટ યોજાશે !!!

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા અને જેટ ગતિ આપવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં વિદેશી દેશોને પણ આ કાર્યમાં જોડાવા હાકલ પણ કરવામાં આવી છે. આ સમયે સમગ્ર વિશ્વની નજર ચાઇના નહીં પરંતુ ભારત ઉપર પડી છે કારણ કે ભારતની વિશ્વાસનિયતા અને ગુણવત્તા વિવિધ દેશોને આકર્ષાય છે.

ત્યારે આ અભિગમને ચરિતાર્થ કરવા મધ્ય પ્રદેશ સરકાર પણ સજ બન્યું છે અને આગામી જાન્યુઆરી 2023 ની તારીખ 11 અને 12ના રોજ મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું ઇન્દોર ખાતે ઝાઝરમાન આયોજન હાથ ધરાયું છે. આ ઇન્વેસ્ટર સમિટમાં 25 દેશો માંથી 300 થી વધુ ફોરેન ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. જ નહીં ભારત વધુને વધુ નિકાસ કઈ રીતે કરી શકે તે માટે આ ઇન્વેસ્ટર સમિટ અનેક નવા દ્વાર પણ ખોલશે.

25 દેશોમાંથી 300 થી વધુ ફોરેન ડેલીગેટ્સ રહેશે ઉપસ્થિત !!!

ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટીક્લ, એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ડિફેન્સ સહિતના ક્ષેત્રે વ્યાપાર વધારવા વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે !!!

મધ્યપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, સીઆઈઆઈની સાથે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ આંતરરાષ્ટ્રીય બિઝનેસ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. બીજી તરફ આ ઇન્વેસ્ટર સમિટ માં વિવિધ ક્ષેત્રોને ધ્યાને લેવામાં આવ્યા છે. જેમાં ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ડિફેન્સ સહિત અનેક ક્ષેત્રનો સમાવેશ થાય છે.

એક તરફ ભારત આયાતનું ધારણ ઘટાડવા નિકાસને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યુ છે ત્યારે મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ નિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. દક્ષિણ આફ્રિકા ના દેશોની વાત કરવામાં આવે તો ત્યાં એન્જિનિયરિંગ ની સાતો સાત એગ્રીકલ્ચર ચીજ વસ્તુઓ નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને સામે ભારત એક માત્ર વિકલ્પ આફ્રિકા પાસે છે કે જે ગુણવત્તા અને સુરક્ષાની દ્રષ્ટિએ અવ્વલ છે.

ભારતના 700 અને વિદેશના 1 હજારથી વધુ બિઝનેસમેન આ સમિટમાં બાયર- સેલર મીટમાં ભાગ લેશે

ઇન્દોર ખાતે આયોજિત સમિટમાં વિદેશના દેશોને ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડવા, વિદેશના હાઈકમિશનરો અને ડિપ્લોમેટ્સને આમંત્રિત કરવા અને વિદેશથી ડેલીગેસન બોલાવવામાં માટેની વિશેષ જવાબદારી પરાગ તેજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને સોંપવામાં આવી છે

મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં બીટુબી અને બીટુજી મિટિંગ યોજાશે જેમાં રોકાણકારોને ઘણા લાભ મળશે. એટલુંજ નહીં આયોજકોનું માનવું છે કે, આ બે દિવસીય સમીટમાં 10 હજાર લોકો એક્ઝિબિશનમાં જોડાશે. આ એક્ઝિબિશનમાં  મધ્યપ્રદેશની વિવિધ કંપનીઓ તેમના દ્વારા કરવામાં આવેલા ઇનોવેશનને ઉજાગર કરશે અને નવી ટેકનોલોજીને પણ ઉજાગર કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં ઊભા થનારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સાથો સાથ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. આ બિઝનેસ સમિટમાં વૈશ્વિક લીડર, ઉદ્યોગિકરણ અને ઉપયોગ જગત સાથે જોડાયેલા તજજ્ઞ પણ આ બે દિવસીય સમિટમાં ભાગ લેશે.

મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના આયોજનથી વિશ્વફલક ઉપર મધ્યપ્રદેશનું નામ ઉજાગર થશે અને દેશની અર્થવ્યવસ્થા વિકસિત થશે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ માટે એક સારા સમાચાર એ છે કે, ઇન્દોર ખાતે આયોજિત સમીટમાં વિદેશના દેશોને ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડવા, વિદેશના હાઈકમિશનરો અને ડિપ્લોમેટ્સને આમંત્રિત કરવા અને વિદેશથી ડેલીગેસન બોલાવવામાં માટેની વિશેષ જવાબદારી પરાગ તેજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને સોંપવામાં આવી છે. એટલુંજ નહીં આ સમિટમાં ભારતના 700 અને વિદેશના 1 હજારથી વધુ બિઝનેસમેન આ સમિટમાં બાયર-સેલર મીટમાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.