Abtak Media Google News

Table of Contents

મધ્યપ્રદેશે અર્થ વ્યવસ્થાને વેગવંતી બનાવવા કમર કસી !!!

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા અને જેટ ગતિ આપવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં વિદેશી દેશોને પણ આ કાર્યમાં જોડાવા હાકલ પણ કરવામાં આવી છે. આ સમયે સમગ્ર વિશ્વની નજર ચાઇના નહીં પરંતુ ભારત ઉપર પડી છે કારણ કે ભારતની વિશ્વાસનિયતા અને ગુણવત્તા વિવિધ દેશોને આકર્ષાય છે. ત્યારે આ અભિગમને ચરિતાર્થ કરવા મધ્ય પ્રદેશ સરકાર પણ સજ બન્યું છે અને તારીખ 11 અને 12ના રોજ મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું ઇન્દોર ખાતે ઝાઝરમાન આયોજન હાથ ધરાયું છે. આ ઇન્વેસ્ટર સમિટમાં 25 દેશો માંથી 300 થી વધુ ફોરેન ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભારત વધુને વધુ નિકાસ કઈ રીતે કરી શકે તે માટે આ ઇન્વેસ્ટર સમિટ અનેક નવા દ્વાર પણ ખોલશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધ્યપ્રદેશ સરકારની સાતો સાત કેન્દ્ર સરકાર પણ સહભાગી બન્યું હતું અને વીડિયો કોન્ફરન્સ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા.

  • 25 દેશોમાંથી 300 થી વધુ ફોરેન ડેલીગેટ્સ રોકાણ કરવા  ઉપસ્થિત રહ્યા !!!

  • એમપી ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, સીઆઈઆઈ સહિત રાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ આંતરરાષ્ટ્રીય બિઝનેસ કાઉન્સિલ બે દિવસીય ઇન્વેસ્ટર મીટમાં સહભાગી બન્યા

  • ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ડિફેન્સ સહિતના ક્ષેત્રે વ્યાપાર વધારવા વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે !!!

  • વિદેશના દેશોને ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડવા, વિદેશના હાઈકમિશનરો અને ડિપ્લોમેટ્સને આમંત્રિત કરવા અને વિદેશથી ડેલીગેસન બોલાવવામાં માટેની વિશેષ જવાબદારી પરાગ તેજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને સોંપવામાં આવી 

  • ઇન્દોર ખાતે આયોજિત ઇન્વેસ્ટર સમિટમાં  સમગ્ર ગુજરાત માંથી અબતક મીડિયાને મળી વિશેષ તક

મધ્યપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, સીઆઈઆઈની સાથે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ આંતરરાષ્ટ્રીય બિઝનેસ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ સમિટનું આયોજન થયું છે. બીજી તરફ આ ઇન્વેસ્ટર સમિટ માં વિવિધ ક્ષેત્રોને ધ્યાને લેવામાં આવ્યા છે. જેમાં ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ડિફેન્સ સહિત અનેક ક્ષેત્રનો સમાવેશ થાય છે. એક તરફ ભારત આયાતનું ધારણ ઘટાડવા નિકાસને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યુ છે ત્યારે મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ નિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. દક્ષિણ આફ્રિકા ના દેશોની વાત કરવામાં આવે તો ત્યાં એન્જિનિયરિંગ ની સાતો સાત એગ્રીકલ્ચર ચીજ વસ્તુઓ નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને સામે ભારત એક માત્ર વિકલ્પ આફ્રિકા પાસે છે કે જે ગુણવત્તા અને સુરક્ષાની દ્રષ્ટિએ અવ્વલ છે.

મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં બીટુબી અને બીટુજી મિટિંગ પ્રથમ દિવસે યોજાઈ હતી. જેમાં રોકાણકારોને ઘણા લાભ પણ થયો હતો. એટલુંજ નહીં આયોજકોનું માનવું છે કે, આ બે દિવસીય સમીટમાં 10 હજાર લોકો એક્ઝિબિશનમાં જોડાશે. આ એક્ઝિબિશનમાં  મધ્યપ્રદેશની વિવિધ કંપનીઓ તેમના દ્વારા કરવામાં આવેલા ઇનોવેશનને ઉજાગર કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં ઊભા થનારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સાથો સાથ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે જેના માટે આ ઇન્વેસ્ટર સમીટ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ બિઝનેસ સમિટમાં વૈશ્વિક લીડર, ઉદ્યોગિકરણ અને ઉપયોગ જગત સાથે જોડાયેલા તજજ્ઞ પણ આ બે દિવસીય સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના આયોજનથી વિશ્વફલક ઉપર મધ્યપ્રદેશનું નામ ઉજાગર થશે અને દેશની અર્થવ્યવસ્થા વિકસિત થશે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ માટે એક સારા સમાચાર એ છે કે, ઇન્દોર ખાતે આયોજિત સમીટમાં વિદેશના દેશોને ક્ધટ્રી પાર્ટનર તરીકે જોડવા, વિદેશના હાઈકમિશનરો અને ડિપ્લોમેટ્સને આમંત્રિત કરવા અને વિદેશથી ડેલીગેસન બોલાવવામાં માટેની વિશેષ જવાબદારી પરાગ તેજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને સોંપવામાં આવી છે. એટલુંજ નહીં આ સમિટમાં ભારતના 700 અને વિદેશના 1 હજારથી વધુ બિઝનેસમેન આ સમિટમાં બાયર-સેલર મીટમાં ભાગ લેશે.

 Screenshot 17 4  ગુજરાત અને મધ્યપ્રદેશના ઉદ્યોગોને એક છત નીચે લાવવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ઉપયોગી નીવડશે : પરાગ તેજુરા

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઇન્દોર ખાતે જે ઇન્વેસ્ટ સમિટનું આયોજન થયું છે તેમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ને એક મોટી જવાબદારી સોંપવામાં આવેલી છે જેમાં તેઓએ વિદેશી ડેલીગેટ અને ડિપ્લોમેટ્સને આમંત્રિત કર્યા છે ત્યારે આવનારા સમયમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના ઉદ્યોગકારો માટે પણ એક ઉપયોગી કડી સાબિત થશે. વધુમાં પરાગભાઈએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં એન્જિનિયરિંગ, ડિફેન્સ સાથે અનેક ક્ષેત્રે ઉજળા સંજોગો ઉદ્યોગકારો માટે જોવા મળી રહ્યા છે. આ તકે ઈન્દોર ખાતે જે આયોજન થયું છે તે ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે. તે ઉમેર્યું હતું કે જે દેશોથી વિદેશી ડેલિકેટ આવ્યા છે તેઓ ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં રોકાણ કરવા માટે તત્પર છે.

Screenshot 16 4

ટુરીઝમ ક્ષેત્રને લઈ મધ્યપ્રદેશે નવો રાહ ચિતર્યો : યુવરાજ પડોલે

મધ્યપ્રદેશ ટુરીઝમ બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર યુવરાજ પડોલેએ માહિતી આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અનેકવિધ વિશેષતાઓથી ભરપૂર છે ત્યારે જે રીતે ઇન્વેસ્ટરમેટનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ઘણો ફાયદો મહારાષ્ટ્ર ટુરિઝમને પણ થશે કારણકે મહારાષ્ટ્ર હવે ગ્રામ્ય ક્ષેત્રે ટુરિઝમ વિકસિત કરવા માટેના પ્રયત્ન હાથ ધરી રહ્યું છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ સમગ્ર ભારતમાંથી પણ જોવા મળે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આવનારા સમયમાં પણ મધ્યપ્રદેશમાં વધુને વધુ રોકાણ ટુરિઝમ રે આવે તેના માટે સરકાર હાલ ટુરિઝમને પણ વિકસિત બનાવી રહ્યું છે.

Screenshot 15 4 1

ટુરીઝમ ક્ષેત્રની સાથોસાથ અન્ય ક્ષેત્રે પણ મધ્યપ્રદેશનું મહત્વ અનેરૂ : સુરેશ ઝારીયા

મધ્યપ્રદેશ ટુરીઝમ બોર્ડના ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશનના  જોઈન્ટ ડાયરેક્ટર સુરેશ જારીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ મધ્યપ્રદેશની સૌથી મોટી જો કોઈ તાકાત હોય તો તે તેનું ટુરિઝમ ક્ષેત્ર છે ત્યારે વધુને વધુ લોકો ટુરિઝમ ક્ષેત્રમાં રોકાણ કરે એટલું જ નહીં ખાનગી રોકાણકારો પણ મધ્યપ્રદેશમાં આવીને ટુરિઝમ ક્ષેત્રને વિકસિત બનાવે તો તેનો ફાયદો માત્ર મધ્યપ્રદેશને નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ થશે ત્યારે હાલ જે ઇન્વેસ્ટર સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અત્યંત ઉપયોગી નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.