Abtak Media Google News

એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા: કચ્છના ખાવડામાં પણ 3.2નો ભૂકંપ

ગુજરાત રાજ્યના કચ્છમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે આ વખતે એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપ સાથે ધડાકાનો પણ અવાજ આવ્યો હતો જેના લીધે લોકો ભયભીત થઈ ગયા હતા અને ધરની બહાર દોડી આવ્યા હતા.

દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ ભૂકંપના આંચકા સામાન્ય હોય લોકોને ગભરાવાની જરૂર નથી.

30 જાન્યુઆરીએ વહેલી સવારે 5.18 કલાકે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ફટાફટ પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પછી ફરી એક આંચકો 6.38 મિનિટે દુધઈ પાસે અનુભવાયો હતો. ભૂકંપના આંચકા હળવા હતા પરંતુ 2001માં આવેલા ભૂકંપના કારણે લોકો આ કુદરતી હોનારતને લીધે હંમેશા સતર્ક રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.