Abtak Media Google News

દુધઇથી 15 કિમી દૂર નોર્થ ઇસ્ટમાં આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું

કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ત્યારે વધુ એક વખત કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિક્ટર સ્કેલમાં આંચકાની તીવ્રતા 4.1 નોંધાઈ છે.કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી કચ્છની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે 8:54 કલાકે કચ્છના દુધઇમાં 4.1ની તીવ્રતાનો આંચકાના કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડી રાતે 1:40 વાગ્યે દુધઇથી 13 કિમી દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.4થી 4.9 રિક્ટર સ્કેલ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે. જોકે આ આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.