Abtak Media Google News

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. સીઝન બદલાતા જ કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈકાલે ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આજે ધોળાવીરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

કચ્છના ધોળાવીરા, દુધઈ, ભચાઉ સહિત ભાવનગરના મહુવા અને દિશામાં આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 1:57 કલાકે દુધઈથી 18 કીમી દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 2:36 કલાકે દુધઇથી 7 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. બપોરે 5:33 કલાકે ભાવનગરના મહુવાથી 44 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

ત્યારબાદ સાંજે 7:02 કલાકે ધોળાવીરાથી 26 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 8:44 કલાકે ઉનાથી 40 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે ડીસાથી 33 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સવારે 4:59 કલાકે રાપરથી 8 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સવારે 6:55 કલાકે ધોળાવીરાથી 16 કિમી દૂર 3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.