Abtak Media Google News

ફલેટના ઘરકામ અને  એપાર્ટમેન્ટની  ચોકીદારી કરતા નેપાળી  દંપતી સહિત ત્રણ ઈસમો  રોકડા અને ઘરેણા તફફડાવ્યા

 

મોરબીમાં બાયપાસ રોડ પર રહેતો પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન પાછળથી તસ્કરો મોટો હાથ ફેરો કરી ગયા હતા જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન ચોકીદારી કરતો ઇસમ અને ઘરકામ કરતી તેની પત્ની સહિત ત્રણ ઈસમો જ ચોરી કરી ફરાર થયા હોવાની વિગતો સામે આવી છે.

આ બનાવ અંગે મકાન માલિક કમલેશ નરશીભાઈ હુલાનીએ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા તે દરમિયાન તેમના એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇનો ફોન આવ્યો હતો કે ચોકીદાર દેખાતો નથી તમારી પાસે આવેને પૈસા માંગે તો આપતા નહિ તેમજ શંકા જતા ફરીયાદીનો ફ્લેટ ચેક કરવામાં આવ્યો હતો અને ફ્લેટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો જે બાદ સગાઓએ ફ્લેટમાં જઈને તપાસ કરતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું અને ઘરમાં રાખેલ 12.50 લાખ રોકડા તેમજ નાના મોટા 74 જેટલા દાગીના મળી કુલ રૂપિયા 13.24 લાખની માલ મતાની ચોરી થવાનું ખુલ્યું હતું.

Img 20230423 Wa0384

તેમજ પોલીસ તપાસમાં ચોરોએ ઘરના વેન્ટિલેટરની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે સરિતા રાજેશ, રાજેશ અને ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા (મુ.રહે.નેપાળ હાલ મોરબી) વાળા વિરૂદ્ધ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપીઓ ત્યાં ચોકીદાર અને ઘરકામ કરવાનું કામ કરતા હોય  જેથી ફલેટના ખૂણે ખૂણાના જાણકાર હતા જેથી તસ્કરો સીસીટીવી નુ ડીવીઆર બોક્ષ કે જેમાં તમામ સીસીટીવી વિડિયો સેવ થતા હોય છે જે બોક્ષ પણ સાથે લેતા ગયા છે હાલ પોલીસે આજુબાજુના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.