Abtak Media Google News

જ્ઞાતિજનોએ શુક્રવાર સુધીમાં પાસ મેળવી લેવા

સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી શ્રી મોઢેશ્વરી (માતંગી) માતાજીના પાટોત્સવની ઉજવણી દર વર્ષ મુજબ સમસ્ત મોઢ વણિક જ્ઞાતિજનો માટે તા. ૧૭ રવિવાર મહા સુદ ૧૩ ના રોજ બપોરે ૩ કલાકે પૂજનવિધી અને ૬.૩૦ કલાકે થી મહાપ્રસાદ તથા રકતદાન કેમ્પનું મોઢ વણિક માતંગી પાટોત્સવ સમીતી દ્વારા આયોજન કરેલ છે. જેમાં મુખ્ય યજમાન જ્ઞાતિ અગ્રણી અ.નિ. મધુબેન જયસુખલાલ છાપીયા પરિવાર તથા મુખ્ય દાતા કિરેનભાઇ છાપીયા, કીરીટભાઇ પટેલ, રમેશભાઇ જીવાણી, અરવિંદભાઇ શાહ, હરેનભાઇ મહેતા, ડી.વી. મહેતા, મુકેશભાઇ દોશી, સુનીલભાઇ વોરા, સુનીલભાઇ મહેતા, વિજયભાઇ દોશી તથા મહેન્દ્રભાઇ મહેતા, આમંત્રણ પત્રિકામાં દર્શાવેલ નજીકના સરનામે થી મહાપ્રસાદ ના પાસ તથા ગં. સ્વ. સરયુબેન ઇન્દુભાઇ  મહેતા પરિવાર દ્વારા માતંગી માતાજીની પ્રસાદીરુપી રક્ષા પોટલી  ટોકન દીઠ નંગ-૧ મળશે.

રાજકોટના ઇતિહાસમાં મોઢવણિક જ્ઞાતિજનો માટે ૧૫ વર્ષથી જ્ઞાતિના કુળદેવી મોઢેશ્ર્વરી (માતંગી) માતાજીના પાટોત્સવનો ઘર આંગણે રળીયામણો અને અમૂલ્ય એવો ઉત્સવ ઉજવાય છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા તમામ જ્ઞાતિજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે.

મોઢ મહોદય રાજકોટના કારોબારી સભ્ય કીરીટભાઇ પટેલ, કિરેનભાઇ છાપીયા, કેતનભાઇ મારવાડી, મોઢ વણિક સમાજ રાજકોટ ધર્મેશભાઇ શેઠ પ્રમુખ સંજયભાઇ મણિયાર મોઢ વણિક યુવા ગ્રુપ કીરેનભાઇ છાપીયા, પ્રમુખ કેતનભાઇ પારેખ મંત્રી, સરોજબેન ભાઠા,નલીનીબેન મણિયાર, પ્રનંદભાઇ કલ્યાણી, હિરેન કલ્યાણી, ભાગ્યેશભાઇ વોરા, સુનીલભાઇ વોરા, મહેન્દ્રભાઇ મહેતા, સુનીલભાઇ મહેતા, મુકેશભાઇ દોશી, વિજયભાઇ દોશી, પવનભાઇ પરીખ, શ્રીમતિ પ્રતિમાબેન સતીષભાઇ ગાંધી, તથા શ્રેયાંસ મહેન્દ્રભાઇ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.વિકાસ પબ્લીસીટી વિશેષ માહીતી માટે મો. નંં. ૯૯૭૯૫ ૧૮૧૪૩ નોસં૫ર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.