Abtak Media Google News

વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વિધિ દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિનું વિતરણ ભાવિક ભક્તોમાં કરવામાં આવ્યું

આજે લાભ પંચમીનો શુભ અવસર છે. આ દિવસે વ્યાપારીઓ નવા કાર્યની શરૂઆત કરતા હોય છે. આ દીવસને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. કોઈપણ શુભ અવસરની શરૂઆત કરતા પહેલા વિઘ્નહર્તા ગણેશજીનું સૌ પ્રથમ સ્મરણ કરવામાં આવે છે ત્યારે નવવર્ષની શરુઆતમાં લાભ પાંચમના શુભ દિવસે ગણેશજીની પૂજાનું અનેરું મહત્વ છે.

Dsc 8336

રાજકોટના ચારૂ ધામ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદીરમાં લાભ પંચમીના શુભ અવસર પર સવારે ગણપતિ બાપ્પાની પૂજા અને આરતી કરવામાં આવી હતી તેમજ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક અને સ્વસ્તિક અને મંત્રોચ્ચાર વિધિ દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિનું વિતરણ ભાવિક ભક્તોમાં કરવામાં આવ્યું

હતું. રામેશ્વરબાપુ હરિયાણી તથા કથાકાર ક્ધહૈયાલાલ ભટ્ટ તેમના આશીર્વચન ભક્તોને આપ્યા હતા. આરતી પછી કિરીટભાઈ કુંડલિયા, ચારુબેન કુંડલિયા અને રાજાભાઈ કુંડલિયા તેમજ પરિવારના સભ્યો દ્વારા ભક્તોને પ્રસાદી સ્વરૂપ ધનરાશિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારે આ પવિત્ર મંગલમય વાતાવરણનો અનુભવ કરવા બહોળી સંખ્યામાં ભાવિક ભકતોએ પધાર્યા હતા તેમજ આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો.

વિદ્ધાનો દ્વારા દીર્ઘાયુ માટે ધન રાશિનું પ્રસાદ સ્વરૂપે વિતરણ: કિરીટભાઈ કુંડલિયા

Vlcsnap 2022 10 29 12H29M12S360

સૌરાષ્ટ્રના એકમાત્ર એવા સિદ્ધિવિનાયક મંદિરમાં હર વર્ષે ગણેશજીની આરાધના લાભ પાંચમના દિવસે કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ આજે આ ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્વાનો દ્વારા દીર્ધાયુ માટે સિદ્ધ કરેલ ધનરાશિનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલ છે. જેથી ભાવિક ભક્તો ઉપર ગણેશજીની કૃપા વરસતી રહે તેવી મારી ઈશ્વરને પ્રાર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.