Abtak Media Google News

એસઆઇટી પાસે હજુ પણ 1256 કેસ જ્યારે 460 કેસ મહાજન કમિટી પાસે પડતર !!!

સરકાર સાથે છેતરપિંડી આચારનાર દરેક પેઢીઓ ઉપર સેન્ટ્રલ એજન્સી હાલ તવાઈ બોલાવી રહી છે ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ ની મદદથી કાપડ માર્કેટ નું મહાજન મંડળ આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે કાપડ માર્કેટમાં જે બોગસ પેઢીઓ ચલાવી રહ્યા છે તેમના જીએસટી નંબર સાથે તમામ બેંકની વિગતો સ્ટેટ જીએસટી વિભાગને સુપ્રત કરવામાં આવશે જેથી ગંભીર એક્શન આ કૌભાંડ આચરનાર પેઢીઓ ઉપર લઈ શકાય. સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પ્રિન્સિપલ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિએશન સંયુક્ત રીતે સ્ટેટ જીએસટી સાથે જોડાઈ કૌભાંડ કરનાર પેઢીઓ ઉપર તવાઈ બોલાવશે.

મસ્કતી મહાજન ઓફિસના ઉચ્ચસ્તરિયા કર્મચારીઓ સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને જે છેતરપિંડી થઈ રહી છે તેના પર અંકુશ લાવવા માટે કયા પ્રકારના પગલા લઈ શકાય તે દિશામાં ચર્ચા વિચારણા પણ શરૂ કરી હતી. ગુજરાત સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર મિલિન્દ તોરવાણેએ જણાવ્યું હતું કે, સમ વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે કોઈ એક સંસ્થા સરકારી એજન્સી સાથે જોડાઈ કૌભાંડ કરનાર પેઢીઓ પર તમારી બોલાવા મદદરૂપ થઈ રહી છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હાલ કાપડ માર્કેટમાં ચિટિંગની અનેકવિધ ફરિયાદો આવી રહી છે જેના કારણે એસોસિએશન સરકારને બોગસ જીએસટી લેનાર પેઢીઓના નામ અને નંબર એટલું જ નહીં તેમના દ્વારા ક્યા પ્રકારના નાણાકીય વ્યવહારો કરવામાં આવી રહ્યા છે તે અંગેની તમામ વિગતો સ્ટેટ જીએસટી વિભાગને આપવામાં આવશે.

ચીફ કમિશનર સ્ટેટ ટેક્સ ગુજરાતએ જણાવ્યું હતું કે, હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેના નિવારણ માટે એક ખાસ ઇન્વેસ્ટિગેશન ની ટીમ ઊભી કરવામાં આવશે અને જે ટીમ દ્વારા જે કોઈ પેઢી ઉપર તપાસ હાથ ધરાશે તે બાદ તેમના જીએસટી રજીસ્ટ્રેશન ને પણ રદ કરવામાં આવશે. તુજ નહીં આ નોંધાયેલી પેઢી જો અન્ય રાજ્યમાં રજીસ્ટર થયેલી હશે તો તે સરકારને પણ આ અંગેની રજુઆત કરશે.

ઓક્ટોબર 2020 માં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે કાપડ માર્કેટ માટે ઊભી કરવામાં આવી હતી તે ટીમે 23 કરોડ રૂપિયાની રિકવરી કરી છે અને જે ફ્રોડ કેસ થયેલા છે તેના ઉપર સેટલમેન્ટ પણ કરવામાં આવ્યું છે. મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે તેનાથી કાપડ ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે અને ઘણા કેસોનું ત્વરિત નિવારણ પણ લાવવામાં આવ્યું છે પરંતુ હજુ પણ ઘણા એવા કૌભાંડ કાર્યો છે કે જે હજુ ઝપટમાં આવ્યા નથી.

બીજી તરફ હાલ કાપડ ઉદ્યોગ સાથે જે છેતરપિંડી થઈ રહી છે તેવા 1256 કેસ વણ ઉકેલ રહ્યા છે અને 460 કેસ મહાજન કમિટી પાસે પડતર છે ત્યારે આ તમામ પડતર કેસોનું ઝડપથી નિવારણ લાવવા માટે જીએસટી અને મહાજન એક સાથે આગળ આવ્યા છે. નહીં મહાજન સ્ટેટ જીએસટી ને એ તમામ બ્લેક લિસ્ટ થયેલી પેઢીઓના નામ અને નંબર પણ પુરા પાડશે અને જે નાણાકીય વ્યવહારોમાં જે ગોટાળો થયો છે અને જે નાણાકીય વ્યવહારો આ બોગસ પેઢીઓ દ્વારા કરવામાં આવ્યા છે તેની પણ વિગત સ્ટેટ જીએસટીને આપવામાં આવશે જેથી હવે બોગસ કાપડ પેઢી ઊભી કરનાર કૌભાંડકાર્યો સામે તંત્રએ લાલ આંખ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.