Abtak Media Google News

રોડ પર વ્યવસ્થિત રીતે સાઈન અને થર્મોપ્લાસ્ટના પટ્ટા કરાશે: બેલ સાથેની ૪૫ થેડેસ્ટ્રીયન ટ્રાફિક લાઈટસ લગાવાશે

હાલ રાજકોટમાં ટ્રાફિકને લઈને ખૂબજ મોટો પ્રશ્ર્ન ચાલી રહ્યો છે. લોકોને વાહન પાર્કિંગ કરવામાં પણ ખૂબજ તકલીફ પડે છે. અને દુકાનદારો અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગની જગ્યામાં અન્ય બિઝનેસ ચાલતા હોય છે. તેને લઈને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા એક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે સંદર્ભે આરએમસી કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાં ટ્રાફીક એકશન પ્લાન રાજકોટ મહાનગપાલીકા દ્વારા બનાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર સાઈનેજીસ થાય અને ટ્રાફીકનું પસાર વ્યવસ્થિત થાય તે માટે પ્રોપર સાઈન થોર્મોપ્લાસ્ટના પટ્ટા થાય તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અને કોઈપણ વાહન ચાલક કાર અને અન્ય ગાડીઓ આડેધડ પાર્કિંગ ન કરે તેના માટે વ્યવસ્થા તંત્ર ઉભુ કરવામાં આવ્યું છે. પ્રોપર સાઈન અને થોર્મોપ્લાસ્ટના પટ્ટા લગાડવામાં આવ્યા છે.

તેમજ રાજકોટ મહાનગપાલીકામાં અત્યારે ૧૧ જેટલા લાઈટસ હયાત છે તે ટ્રાફીક લાઈટસ વધારીને ૪૫ કરવામાં આવશે. અને ૪૫ જેટલા ટ્રાફીક સિગ્નલ ઉપર એ ઓનલાઈન અને ઈન્ટરકનેકટેડ અને ઈન્ટીગ્રેટેડ હશે અત્યારે જે ટ્રાફીક લાઈટસ છે તે ઈન્ડીપેન્ડેન્ટ છે તેના કારણે લોકોને ખૂબ અગવડ પણ પડે છે. તેમજ પેડેસ્ટ્રીયન માટે અત્યારે કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી ખાલી પેડેસ્ટ્રીયન ક્રોસિંગ્સ માટે જે કાંઈ ક્રોસિંગ મૂકવામાં આવ્યું છે આગામી દિવસોમાં આ તમામ ક્રોસિંગ્સ છે.તેમાં પેડેસ્ટ્રીયન ટ્રાફીક સિગ્નલ્સ લગાવી જેથી લોકો વ્યવસ્થિત ક્રોસિંગ કરી શકે તેના માટે બેલ સાથે ટ્રાફીક લાઈટસનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે અને ભવિષ્યમાં પરિવહન વ્યવસ્થા સુવ્યવસ્થિત થાય તે માટે રાજકોટ મહાનગરપાલીકા એક એકશન પ્લાન તૈયાર કરી રહી છે.

તેમજ જેટલા પણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હોય અથવા પબ્લીક પ્લેસિસ હોય, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, આ તમામ જગ્યાઓમાં બિલ્ડીંગ યુઝ પ્લાન કર્યા છે. તે મુજબ પાર્કિંગ એરિયા આપ્યું છે કે નહિ તેનું તદારક કરવામાં આવશે. તેમજ જેટલી પણ જગ્યાઓ છે, તેમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આયોજન કર્યું છે તે તમામ જગ્યાઓ પર પાર્કિંગની જગ્યા સંપૂર્ણ પણે નિરૂપણ કરવામાં આવશે તે માટે અત્યારે ટ્રાફીકનું અલગથી જગ્યા રાખવામાં આવે છે. જેથી ભવિષ્યમાં લોકોને પાર્કિંગ માટે સુવ્યવસ્થિત જગ્યા માટે ભવિષ્યમાં કોઈપણ બિલ્ડીંગ યુઝ પ્લાનમાં પાર્કિંગ દર્શાવેલ હોય અને તેને અમલ ન કરતા હોય તો તેના પર મોટામાં મોટો દંડ ફટકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.