Abtak Media Google News

શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે રાવણ દહન-શસ્ત્ર પૂજન સાથે વિજયા દશમીની પરંપરાગત રીતે ઉજવણી પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન શેની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે વિજયા દશમી નિમિત્તે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Img 20191008 Wa0099

આ પ્રસંગે પોલીસ પરિવારના સભ્ય તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા અને પરંપરાગત રીતે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી અને શસ્ત્ર પજન કરવામાં આવ્યું હતું.

Img 20191008 Wa0097

માઁ આદ્યશક્તિના નવલા નોરતામાં મોડી રાત સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પ્રજાના જાનમાલનું રક્ષણ કર્યા બાદ આજે નવલા નોરતાની પૂર્ણાહૂતિ બાદ પોલીસ પરિવાર દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.