Abtak Media Google News

મેગા ફાઇનલમાં પ્રિન્સેસ તરીકે દ્રષ્ટિ યાદવ, પ્રિન્સ તરીકે સંદીપ મકવાણા, વિજેતા: મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનીત કરાયાં

મા આદ્યયાશકિતની આરાધનામાં વરસાદના વિઘ્ન વચ્ચેપણ શહેરભરના ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઝુમ્યા હતા. જેમાં ‘અબતક રજવાડી’

Advertisement

રાસોત્સવ-૨૦૧૯ માં ખેલૈયાઓ ભરજોશ નવરાત્રી ઉજવી પોતાની ગરબા રમવાની આવડત દાખવી મેગા ફાઇનલમાં ફાઇનાલીસ્ટોએ અવનવા સ્ટેપ્સ સાથે જજ સાથો સાથ ઉ૫સ્થિત મહાનુભાવોના મન મોહી લીધા હતા. નવમા  નોરતાના અંતે ખેલૈયા વિજેતાઓ પર ઇનામોની વણઝાર થઇ હતી. સાથો સાથ સીનીયર જુનીયર પ્રિન્સ-પ્રિન્સેરોને આર્કષિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.

‘અબતક રજવાડી રાસોત્સવ’આખરી નોરતે ગ્રાઉન્ડમાં સોળે કલાએ ચાંદ ખીલી ઉઠયો હતો. રિયાઝ કુરેશી, ગોવિંદભાઇ ગઢવી, કાજલબેન જેવા ગીતકાર અને સંગીતકારો સાથે ખેલૈયાઓ અને ફાઇનાલીસ્ટો મન મૂકીને ઝુમ્યા હતા. સાથો સાથ ખેલૈયાઓએ અબતક રજવાડી આયોજનનો પણ ભરપુર પ્રશંસાઓ કરી હતી. સાઉન્ડ સીસ્ટમ ગ્રાઉન્ડ મેઇનટેન્સ અને સિકયુરીટીની ભરપુર સુવિધાઓ ખેલૈયાઓને અબતક રજવાડી ના આંગણે પધારવા માટે મન આકર્ષે છે.

‘અબતક રજવાડી રાસોત્સવ’ માં નવમાં નોરતે રાત્રીના સુરજ ખીલ્યો હોય તેમ રાસની રમઝટ જામી હતી. અને ખેલૈયાઓના જોશમાં વધારવો કરવા રાજકોટ રાજપરિવારના યુવરાજસાહેબ જયદીપસિંહજી સાથે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગાયક કલાકાર દેવાયતભાઇ ખવડ, ફેસ્ટીવ હોલીડેના માલીક અભિનવભાઇ પટેલ જેવા મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

અબતક રજવાડી રાસોત્સવ માં નવલા નોરતે રંગેચંગે પૂર્ણાહુતિ  થઇ હતી. જેમાં દ્રષ્ટિ યાદવ, પ્રિન્સેસ તરીકે અને સંદીપ મકવાણાને પ્રિન્સ તરીકે વિજેતા જાહેર કરાયા હતા. જેઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનીત કરાયા હતા.

ખુબ જ સરસ આયોજન અબતક રજવાડી થકી થઇ રહ્યું છે : અભિનવભાઇ પટેલ

Vlcsnap 2019 10 08 11H48M36S166

અભિનવભાઇ પટેલ (ફેસ્ટીય હોલી ડે) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખુબ જ સરસ આયોજન અબતક રજવાડી થકી થઇ રહ્યું છે. બધા યુવાન આયોજકોની ટીમ છે. ખુબ સરસ આયોજન છે પારિવારીક વાતાવરણ છે.

આવનારી દિવાળી પર ફેસ્ટીવ હોલી ડે માં સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ, દુબઇ, સાત સ્ટાર ક્રિમક્રુઝ જેવા પેકેજ લઇને આવિ રહ્યા છે જેમાં અત્યાર સુધી ૪૫૦ થી ૫૦૦ જેટલા લોકોએ બુકીંગ કરાવેલ છે. અબતક અને અબતક ની ટીમ તફરથી અમને ખુબ સપોર્ટ મળ્યો છે એ બદલ તેમનો આભારા માનું છું.

અબતક રજવાડીમાં મુલાકાત સાથે ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવાનો લાભ મળ્યો : લાખાભાઇ સાગઠીયા

Vlcsnap 2019 10 08 11H47M29S17

લાખાભાઇ સાગઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે અબતક રજવાડીમાં મુલાકાત કરી ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવાનો લાભ મળ્યો. અને રજવાડી ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવેલું તેના આયોજકો કે જે ગૌતમભાઇ ગોસ્વામી અને સાથે આવેલા સંજયભાઇ દવે એ રજવાડીની મુલકાત કરી રજવાડી ગ્રુપ દ્વારા અમારુ પણ સન્માન કરાયું છે. અબતક રજવાડીનું ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. એ અબતક રજવાડીને અભિનંદન આપું છું.

કિવન બનવાની આશા ન હતી પરંતુ બની છું એટલે ખુબ ખુશ છું : દ્રષ્ટિ યાદવ

Vlcsnap 2019 10 08 11H49M07S32

દ્રષ્ટિ યાદવ અને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અબતક રજવાડી ૨૦૧૯માં કવિન બનવાની આશા ન હતી પરંતુ બની ગઇ છું તો ખુબ ખુશ છે. છેલ્લા ત્રણથી ચાર મહીનાથી પ્રેકટીસ કરતી હતી. હું નોકરી કરું છું રાત્રે સાત વાગ્યે ઘરે જઇને નવથી અગીયાર પ્રેકટીસ

કરું છું. ફોર-સીકસ સ્ટેપ અને ચોકડી તથા ફ્રિ સ્ટાઇલ હું રમું છું. અબતક રજવાડીનું આયોજન ખુબ સરસ છે. સિક્યોરિટી પણ સારી છે.

‘અબતક’રજવાડીમાં કિંગ બનવા છ-સાત મહિના પ્રેકટીસ કરી : સંદીપ મકવાણા

Vlcsnap 2019 10 08 11H49M29S199

સંદીપ મકવાણા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અબતક રજવાડી ૨૦૧૯ માં કિંગ બનવા માટે મે છ-સાત મહિના તૈયારીઓ કરી હતી. ફિસ્ટાઇલ, ચાર સ્ટેપ, છ સ્ટેટ, ચોકડી વગેરે સ્ટેપસ રમ્યો છું. અબતક રજવાડીનું આયોજન ખુબ જ સરસ છે. વરસાદને લીધે થોડો સમય લાગ્યુ કે નવરાત્રિ નહી થાય પણ બીજા નોરતેથી સારુ આયોજન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.