Abtak Media Google News

ત્રિકોણબાગથી પગપાળા રેલી જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે: આયોજકો અબતકને આંગણે

રંગીલુ રાજકોટ સાફ સુથરૂ રહે તે માટે સફાઈ કામદારો સતત કાર્યરત રહે છે. ૨ ઓકટોબરે સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. છેલ્લા ૧૯ વર્ષથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી આ જાગૃતિમંડળ દ્વારા કરવામાં આવે છે.

રાજકોટમાં વાલ્મીકી સમાજ દ્વારા ગાંધી જયંતિ નિમતિ ૨ ઓકટોબરે સવારે ૧૧ કલાકે ત્રિકોણબાગથી પગપાળા રેલી જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે અને બપોર ૧૨ કલાકે મુખ્ય મહેમાન તેમજ અધિકારી પદાધિકારીઓ તેમજ વાલ્મીકી સમાજના આગેવાનો હસ્તક ફૂલહાર કરવામાં આવશે. આ તકે વાલ્મીકી સમાજ દ્વારા તેમના સમાજના લોકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા જણાવાશે અને કપડાની થેલીનો ઉપયોગ કરવા જાગૃતિ કરાશે. આ તકે વાલ્મીકી સમાજના સભ્યો ભરતભાઇ બારૈયા, અશોક બારૈયા, અતુલભાઈ ઝાલા સહિતના આગેવાનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી મહત્વનું છે કે આ ફૂલહાર કાર્યક્રમમાં ૮૦૦ થી ૯૦૦ લોકો જોડાશે અને ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.