Abtak Media Google News

૧૬ થી ૩૦ સપ્ટેમ્બર ચાલેલા આ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત જાગૃતિ, સંવાદ, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી, સ્વચ્છ પરિસર, સ્વચ્છ આહાર, સ્વચ્છ નીર, સ્વચ્છ પ્રસાધન, સ્વચ્છ પ્રતિયોગિત, જેવા કાર્યક્રમો યોજાયા: સમાપનને લઈ પત્રકાર પરિષદ યોજાઈ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિના અવસર પર સ્વચ્છતા સંબંધી સીળોને અપનાવવા અને તેના પર અમલ કરવા માટે રાજકોટ મંડળમાં ૧૬ સપ્ટે. થી ૩૦ સપ્ટે. સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા જ સેવા પખવાડીયું ઉજવવામાં આવ્યું જે અંતર્ગત મંડળના બધા સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ, હોસ્પિટલ વગેરે બધા રેલવે પરિસરોમાં સ્વચ્છતામાં મોટાપાયે સુધારો કરવા સ્વચ્છતા અભિયાન ચલાવાયું પખવાડીયાના પહેલા દિવસે ૧૬ સપ્ટે. મંડલ રેલપ્રબંધક પરમેશ્વર ફૂકવાલે મંડળ કાર્યાલયનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા ત્યારબાદ રાજકોટ રેલવે સ્ટેશન અને રેલવે કોલોનીમાં પ્રભાતફેરી, શ્રમદાનનું આયોજન કરાયું સ્વચ્છતા જ સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ થીમ પર કામ કરાયું જેમાં સ્વચ્છતા જાગૃતતા, સ્વચ્છ સંવાદ, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી, સ્વચ્છ પકરિસર, સ્વચ્છ આહાર, સ્વચ્છ નીર, સ્વચ્છ પ્રસાધન, સ્વચ્છ પ્રતિયોગિતા અને ૩૦ સપ્ટે. પખવાડીયા દરમિયાન બધી ગતિવિધઓની સમીક્ષા કરાશે અને ૨ ઓકટો. સેવા દિવસના રૂપે ઉજવાશે આ તકે રેલવે દ્વારા કોઠી કંપાઉન્ડ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ.

Advertisement
Cleaning-Service-Fortnight-By-Rajkot-Railway-Board
cleaning-service-fortnight-by-rajkot-railway-board

સ્વચ્છતા પખવાડીયા દરમિયાન રાજકોટ મંડળના ૫ સ્ટેશનો પર નુકકડ નાટકનું આયોજન કરાયું ૫૧ જગ્યાઓ પર શ્રમદાન કરાયું ૪૦૦ રોપા લગાવાયા, ૬૭૦૨ યાત્રિઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવાયું, ૫૧ સ્ટેશનો પર સ્વચ્છતા સંવાદ તથા સફાઈ અભિયાન ૨૪ ટ્રેનોનું નિરીક્ષણ જેમા ટોયલેટ તથા લિનનની કવોલિટી ચેક કરાઈ વિવિધ ટ્રેનોમાં ૨૦૧૬ બાયોટોયલેટનું નિરીક્ષણ કરાયું, રિટાયરીંગ રૂમ, વેટીંગ રૂમ, ડોરમેટ્રી વગેરેનું નિરીક્ષણ કરાયું. વિવિધ ગાડીઓની પેટ્રી કારને ચેક કરાઈ સ્ટેશનો પર વોટરકુલર તેમજ વોટર ફાઉટેનના પાણીની તપાસ પણ કરાઈ તથા સાફ સફાઈ કરાઈ. દ્વારકા સ્ટેશન પર ૨૦ ડસ્ટબીન મૂકાયા, સુરેન્દ્રનગર, રાજકોટ તથા દ્વારકા સ્ટેશનો પર એક એક બોટલ ક્રશિંગ મશીન મૂકાયા ૪૬૯ ડસ્ટબીન પર સ્વચ્છતા જ સેવાનો લોગો લગાવાયો. રાજકોટ, જામનગર તથા સુરેન્દ્રનગર સ્ટેશનો પર યાત્રિઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સેલ્ફી પોઈન્ટ ગવાયા. લગભગ ૬૫૦ યાત્રીઓને કપડાની થેલી નિ:શુલ્ક અપાઈ રિલાયન્સ જીઓનાં ૨૦૭ સ્ટાફમેમ્બરના સહયોગથી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી તથા દ્વારકા સ્ટેશનો પર મેગા સફાઈ અભિયાન લાવાયું જેમાં ૨૭૫ કિલો પ્લાસ્ટિકના કચરાની સફાઈ કરાઈ સાથે જ રાજકોટ સ્ટેશન પર બોલબાલા ટ્રસ્ટ, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન જેવી સ્વયમ સેવી સંસ્થાઓ દ્વારા શ્રમદાન કરી મહત્વપૂર્ણ યોગદાન અપાયું.

મહત્વનું છે કે ૨ સપ્ટે.થી લઈ ૩૦ સપ્ટે. દરમિયાન સ્ટેશન પર થૂંકવું, પાનની પીચકારી મારવા જેવી ગંદકી ફેલાવવા માટે ૪૩૧ યાત્રીઓ પાસેથી ૭૩૫૦૦ રૂપીયાનો દંડ વસુલાયો આ પખવાડીયા દરમિયાન કુલ ૧૦,૨૫૦ કિલો કચરો સાફ કરાયો જેમાંથી ૪૨૦૮ કિલો પ્લાસ્ટીક ગાર્બેજ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.