Abtak Media Google News

ગાંધીજીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષે અદા કરેલી ઐતિહાસિક ભૂમિકાને અવગણવી સ્વતંત્રતાની લડાઈમાં લાખો કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો-સત્યાગ્રહીઓના ત્યાગ અને બલીદાનોનો ઉલ્લેખ નહિ: કોંગ્રેસ કોર્પોરેટરની ટીમનું નિરીક્ષણ

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ઉપનેતા મનસુખભાઈ કાલરીયાની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે કમનસીબે રાજકોટ ખાતે બનાવાયેલ ગાંધી મ્યુઝિયમમાં કોંગ્રેસ પક્ષ, કોંગ્રેસ પક્ષના હજારો આગેવાનો, કાર્યકરો સત્યાગ્રહીઓ તથા આઝાદીની લડતમાં ભાગલેનાર લાખો દેશવાસીઓના ત્યાગ, બલિદાન અને સમર્પણને ઉજાગર કરવામાં ક્યાંક જાણીજોઈને કચાશ રાખવામાં આવેલ છે.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં નેટાલ ઇન્ડિયન કોંગ્રેસના માધ્યમી કામગીરી કરતા ગાંધીજીના નેતૃત્વ્વમાં હિન્દુસ્તાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનેક ગણી મહત્વની કામગીરી આંદોલનો અને સ્વતંત્રતા માટે સંઘર્ષો કરેલ છે છતાં નેટાલ ઇન્ડિયન કોંગ્રેસની સરખામણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃતિઓને રજુ કરવામાં ઈરાદા પૂર્વકકચાશ રાખવામાં આવેલ છે.

ગાંધી મ્યુઝીયમની ગેલેરી નં.૧૦-૧૧ માં ચંપારણ સત્યાગ્રહ વખતે ગાંધીજી સાથે મહાદેવભાઇ દેસાઈ , રાજેન્દ્ર પ્રસાદ, જે.બી.કૃપલાની વગેરેની પણ ધરપકડો કરવામાં આવેલ તેવો નામોલેખ છે પરંતુ, આ બધા જ નેતાઓ આજીવન કોંગ્રેસી હતા તેવો ઉલ્લેખ કરાયો નથી ઉપરાંત , અમદાવાદની મિલ મઝદુર હડતાલ જે મજુર મહાજન દ્વારા પાડવામાં આવેલ તે પણ કોંગ્રેસ પ્રેરિત જ હતી પણ એ દર્શાવવામાં આવેલ નથી.

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં મહાત્માગાંધીજી દ્વારારાજકોટ સત્યાગ્રહ કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને એકવખતના રાષ્ટ્રીય પ્રમુખ એવા ઉછરંગરાય ઢેબરની આગેવાની હતી, પરંતુ મ્યુઝીયમમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

ગાંધીજીની આગેવાનીમાં લાખો કોંગ્રેસીઓ દ્વારા દેશના ઉથ્તાન માટે ખાદીગ્રામોદ્યોગ , અસ્પૃશ્યતા નિવારણ, મઝદુર સંગઠનો, સ્વછતા અભિયાન, રોગ નિવારણ સમિતિઓ, આદીવાસી કલ્યાણ જેવી અનેક પ્રવૃતિઓ થતી રહી છે જેનો પણ જાણીજોઈને આ મ્યુઝિયમમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

ગાંધી મ્યુઝિયમમાં દર્શાવવામાં આવેલ છે કે ગાંધીજીની હત્યા નુરામ ગોડસે નામક એક યુવક એ ગોળીમારી કરી હતી ખરેખર ગોડસે છજજ નો કાર્યકર હતો એ દર્શાવેલ નથી અંગ્રેજો સામેની ગાંધીજી અને કોંગ્રેસની લડત વખતે છજજ સંગઠન અંગ્રેજોની તરફદારી કરી ગાંધીજીનો વિરોધ કરતુ દેશદ્રોહી સંગઠન હતું અને એટલે જ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલે છજજ પર પ્રતિબંધ લાદ્યો હતો તેનો પણ મ્યુઝિયમમાં ઉલ્લેખ નથી.

ગાંધીજી અને ડો.બાબાસાહેબ આંબેડકર ઈંગ્લેંડમાં ગોળમેજીપરિષદ માં પણ સાથે જ હતા. અસ્પૃશ્યતા નિવારણમાટે તેમજ અનુસૂચિતજાતિ અને અનુસૂચિતજનજાતિ એમ બંને સમાજના ઉતન માટે ગાંધીજી અને ડો,બાબાસાહેબ બંને મહાનુભાવો એ કાયમી ચિંતા કરી આ બંને વર્ગને અનામત સહિતના વિશેષ અધિકારો હક્કો તથા અન્ય સમાજના લોકો સમકક્ષ થઇ શકે તેવા તમામ પ્રયત્નો કરેલ.જેને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ બહાલી આપેલ તેનો કોઈ જગ્યાએ મ્યુઝિયમમાં ઉલ્લેખ નથી.

ગાંધી મ્યુઝિયમની મુલાકાતે કોંગ્રેસ પક્ષના ૧૨ કોર્પોરેટરોની એક ટીમ ગઈ હતી જેમાં વશરામભાઈ સાગઠીયા, મનસુખભાઈ કાલરીયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ હરસોડા, માસુબેન રામભાઈ હેરભા, ઉર્વશીબા કનકસિંહ જાડેજા, રેખાબેન ઠાકરશીભાઈ ગજેરા, સીમ્મીબેન અનિલભાઈ જાદવ, હારૂનભાઈ ડાકોરા, રસીલાબેન સુરેશભાઈ ગરૈયા, જયાબેન ટાંક, ગાયત્રીબેન રસિકભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.