Abtak Media Google News

આયોજનની વિગતો આપવા આયોજકો અબતકની મૂલાકાતે

તા.૨ જી ઓકટોબર સોમવારના રોજ રાષ્ટ્રીય શાળા ખાતે મિનુ જસદનવાલા તથા લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના વિચારો તથા પત્ર લેખનની કળા જળવાઈ રહે તે હેતુસર એક સરસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે. લાયન્સ કલબ રાજકોટ મીડટાઉન તથા મીનુ જસદણવાલાના સંયુકત ઉપક્રમે ભૂતકાળમાં ગાંધીજીને સંબાધાયેલુ ભારતનું સૌથી મોટુ એટલે કે ૮’-૪’નું પોસ્ટ કાર્ડ તથા ૩૮’-૧૮’ના ઘઉના પ્રતિકાત્મક ચશ્મા દ્વારા વિદ્યાર્થીઓમાં ગાંધી વિચારોનું સિંચન કરવામા આવેલ.દર વર્ષે બીજી ઓકટોબરે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરવાની પરંપરાને જાળવી રાખતા આ વખતે આશરે ૫૦ વિદ્યાર્થીઓ તથા લાયન્સ કલબના હોદેદારો તેમજ મેમ્બરો એક અનોખી પ્રવૃત્તિના ભાગરૂપે ૫૦ પોસ્ટકાર્ડ સાબરમતી આશ્રમ સુધી પત્રો પહોચાડવાની જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે પત્રલેખનનો કાર્યક્રમ તા.૨જી ઓકટોબરનાં રોજ, સોમવારે સવારે ૯.૩૦ કલાકેથી રાષ્ટ્રીય શાળા ખાતે રાખેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રવિભાઈ છોટાઈ, ઈશિતાબેન છોટાઈ તથા લાયન્સ કલબ રાજકોટ મીડટાઉનના હોદેદારો જીજ્ઞેશભાઈ સંઘવી, મિલનભાઈ રોકડ, સચિનભાઈ મણીયાર, અરૂણભાઈ રોકડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મીનુ જસદણવાલાનો સંપર્ક ૯૨૨૮૧૯૧૯૧૯ કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.