Abtak Media Google News

અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઇ મ.સ.નું પાવન સાનિઘ્ય: રાજકીય સામાજીક મહાનુભાવોની ઉ૫સ્થિતિ: ભાગ લેનાર બહેનોને ગિફટ અર્પણ: વિજેતા મંડળોને પુરસ્કાર આપી નવાજ્યાં

મહાવીર પ્રભુના જન્મકલ્યાણ ને હેત અને વ્હાલપથી અને સ્તવનના સૂરથી વધારણા સમસ્ત સ્પર્ધામાં કરાવ્યા. સ્વ. વિજયાબેન માણંકચંદભાઇ શેઠ ઉપાશ્રય અને શેઠ પૌષધશાળા દ્વારા પ્રેરિત અને મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ સંકલિત તથા વિવિધ દાતાઓની દિલેરી થી તથા રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘમાં ચૈત્ર માસની શાશ્ર્વતી નવપદજીની આયંબિલ ઓળીની આરાધના કરાવવા અર્થે બીરાજમાન ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ રતિ ગીરી ગુરુવર્યો  એવમ વિશાળ પરિવાર ધારક પૂ. મુકત લીલમ ગુરુણી ના સુશિષ્યા અખંડ સેવા ભાવી પૂ. ભદ્રાબાઇ મ. આદી ઠા.૦૯ ના પરમ સાનિઘ્યે સી.એમ. પૌષધ શાળાના શાતાકારી તથા જાજરમાન હોલમાં સ્તવન સ્પર્ધા ભવ્યાતિભવ્ય રીતે સંપનન થયેલ હતી.

રોયલ પાર્ક સ્થા જૈન મોટાસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ સૌને આવકારેલ હતા. જયારે શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘના પ્રમુખ ડોલરભાઇ  કોઠારી એ છેલ્લા ર૬ વર્ષથી અવિરત પણે ચાલી રહેલી સ્તવન સ્પર્ધાની માહીતી આપી સૌનું સ્વાગત કરેલ હતું.

૬૦ જેટલા મહીલા મંડળના બહેનોએ ભકિતભાવ સભર વીર-ઓ-વીર મહાવીર સોનાના પારણે પોઢયા રે ત્રિશલાના કુંવર, પાયોજી મૈને શાસન રતન ધન પાયો, અને જગને જગાડનાર પ્રભુજી પોઢિયા પારણે જેવા એક-એક થી ચઢીયાતા ઉત્કૃષ્ટ ભાવભકિતથી સ્તવન રજુ કરી રમઝટ બોલાવેલ હતી. નિર્ણાયક તરીકે મધુકરભાઇ કલ્યાણીબેન વચ્છારાજાની અને રક્ષાબેન પોટા એ સેવા પ્રદાન કરી ને પ્રથમ વિજેતા અજરામર કંકુ મહિલા મંડળ, દ્વિતીય વિજેતા ગીરગુર્જરી આરાધના મહિલા મંડળ, તૃતીય જય વિજય મહાવીર મહિલા મંડળ, ચતુર્થ મનહર પ્લોટ મંડળને વિજેતા જાહેર કરેલ હતા.

વિજેતાઓને પુરસ્કાર ઇનામો કિરીટભાઇ દોશી, શોભનાબેન પારેખ, રાજુભાઇ શાહ કેસ્ટ્રોલવાળા, સી.એમ.શેઠ ડોલરભાઇ કોઠારી, અશોકભાઇ મોદી, મનુભાઇ અને બકુલભાઇ વીણાબેન શેઠ સુલોચનાબેન ગાંધીના હસ્તે અપાયા હતા. પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા ખાસ હાજર રહ્યા હતા.

સ્તવન સ્પર્ધા વિશે રાજુભાઇ શાહ એ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે જૈન સમાજ ગુજરાનમાંથી માત્ર રાજકોટમાં આવી સરસ આયોજન બઘ્ધ સ્તવન સ્પર્ધા થાય છે. અને જેનાથી ખુબજ પ્રભાવિત અને પ્રસન્ન થયેલ છું જેના ફળશ્રુતિ રુપે આવતા વર્ષે ચૌવિહારની વ્યવસ્થા મારા તરફથી થાય તે સહર્ષ જાહેર કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.