Abtak Media Google News

મહીસાગર સમાચાર

વીરપુર નગરમાં રહેતી ઝીલ મયંકકુમાર જોષી જેઓ લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ લુણાવાડા ખાતે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે . તેણીએ  ટેક્નોલોજીના  યુગમાં મોબાઈલનો સદુપયોગ કર્યાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડવામાં આવ્યું છે. કંઈક નવું જાણવાની તમન્ના અને પોતાની આગવી ઢગથી મોબાઈલમાં યુટ્યુબ અને ગુગલ પરથી વિડીયો જોઈને તે દરમ્યાન ઝીલ મનોમન વિચાર આવતા તેઓ એ પોતાની બુદ્ધિ શક્તિ અને આવડતને આધારે અવનવા પ્રકારના પેન્ટિંગ કામ કાજ તેમજ કાગળોમાંથી, એમ. ડી એફ ની સીટ માંથી લિપણ આર્ટના આંખે વળગે તેવા પેઇન્ટિંગ બનાવ્યા હતા.  ત્યાર બાદ માતા પિતાનો સહકાર મળતા તૂટેલા કાચ, બંગડી, જેવી તૂટેલી વસ્તુઓ એકત્રિત કરી વેસ્ટ માંથી બેસ્ટ લિપણ આર્ટ જેવા અત્યાધુનિક કલા છેલ્લા એકાદ વર્ષથી કરતા આવ્યા છે.

જીલની આ કલાકૃતિ જોઈને અનેક લોકો આકર્ષિત થયા હતા અને જીલ જોષી ની આ પ્રકારની આવડત અને કંઈક નવું કરવાની તમન્ના ને બિરદાવામાં આવી હતી.અને જીલ જોષી ની કહેવું છે કે હું છોકરી નય પણ છોકરો છું અને છોકરાઓ કરતા વધુ સારુ કાર્ય કરી શકું છું આ પ્રકારના જીલ જોશીના વિચારોથી અનેક લોકોને નવી શીખ અને ગર્વની લાગણી અનુભવી હતી.

 સાગર ઝાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.