Abtak Media Google News
  • નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર મારફત પડતર પ્રશ્નોના નિરાકરણ સત્વરે લાવવા માંગ 
  • કર્મચારીઓએ  પરીવાર સહિત  મતદાનનો સામુહિક બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચારી 

મહિસાગર ન્યૂઝ : બાલાસિનોર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર મારફત પડતર પ્રશ્નોના નિરાકરણ સત્વરે લાવવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં આવેલ નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલન અને નગર પાલિકાના તમામ કર્મચારીઓ, પરીવાર,કુટુંબીજનો સહીત આગામી ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા માટે આવેદનપત્ર બાબત.

Advertisement

નગરપાલિકાઓમાં ફરજો બજાવતા અધિકારી,કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલ હોવા છતાં માંગણીઓ અંગે હકારાત્મક નિકાલ કરવામાં આવેલ ન હોય તા.07/03/2024 ની અંતિમ નોટીસથી વિનંતી કરવામાં આવેલ. તેમ છતાં પણ માન.અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ વિભાગ, મે.કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન,ગાંધીનગર દ્વારા પણ રજૂઆતોને સતત નજર અંદાજ કરવામાં આવેલ. અને સમગ્ર રાજ્યમાં કર્મચારીઓને આંદોલન કરવા માટે પ્રેરિત કરવામાં આવેલ હોય આંદોલનના કાર્યક્રમના ભાગરૂપે આપશ્રીના માધ્યમથી રાજ્ય સરકારને આ આવેદનપત્ર મારફત પડતર પ્રશ્નોના નિરાકરણ સત્વરે લાવવા માટે આ આવેદનપત્ર આપવામાં આવે છે.

અન્યથા આગામી સમયમાં રાજ્ય સરકારે અમારી વ્યાજબી અને બંધારણીય માંગણીઓ ન સ્વીકારીને અમોને રાજ્યમાં મતદાનના દિવસે રાજ્યની નગરપાલિકાઓના તમામ કર્મચારીઓ પોતાના પરીવાર સહિત તમામ કુટુંબીજનો મતદાનનો સામુહિક બહિષ્કાર કરવા માટે પ્રેરણા આપી છે તેમ માની સમગ્ર રાજ્યમાં મતદાન સામુહિક બહિષ્કાર કરવા માટે ફરજ પડશે.

સાગર ઝાલા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.