Abtak Media Google News
એનઆઇસી. પુરવઠા વિભાગ દવારા રાશન કાર્ડની છટ્ટણી કરતા અનેક પરિવાર નોધારા

સમગ્ર ગુજરાતમાં એન.આઇ.સી. અને અન્ન પુરવઠા આયોગ દ્વારા ગરીબ પરીવારોના રેશનકાર્ડ બંધ કરી દેતા હજારો ગરીબ પરીવારોની દિવાળી બગડી  ે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તેમજ મહુવા શહેર સહિત તમામ દુકાનોના 40 થી 50 ટકા કરતા વધુ રેશનકાર્ડ સાઈલટ (બંધ કરી દેવામાં આવ્યા છે. અને સરકારના નિયમો મુજબ દર મહિને ગ્રાહક દ્વારા બાયોમેટ્રિક આપી રેશનીંગની દુકાનેથી અનાજનો જથ્થો ઉપાડવામાં આવે છે. તેમાં છતાં કોઈપણ તપાસ કર્યા વિના સમગ્ર ગુજરાતમાં હજારો ગરીબ પરિવારોના રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને ઠેર ઠેર સ્થાનિક પુરવઠા મામલતદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને રજુઆતો પણ કરવામાં આવી હતી.

છતાંપણ તંત્રના પેટનું પણ પાણી હલતું નથી. અને અચાનક રેશનકાર્ડ બંધ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં હજારો ગરીબ પરીવારો મુંજવણમાં મુકાયાં છે. અને સરકાર દ્વારા બંધ કરેલ રેશનકાર્ડ શરૂ કરવામાં આવે જેથી કરીને લોકોને રાશન મળી રહે તેમ છે. અને રેશન કાર્ડ તહેવારોની મોસમ વરચે દિવાળી સમય નજીક હોય ત્યારે લોકોને રાશનની ખુબજ જરૂરત હોય છે. અને રદ થયેલ રેશન કાર્ડમાં 5 હજાર કાર્ડ મહુવાના છે. જેમાં કાર્ડ સાયલન્ટ થયેલા હોવાથી જનરેટ થતા નથી. ત્યારે સતત 15 દિવસથી કોઈ નિરાકરણ નહીં આવતા દુકાનદારો તથા રેશનકાર્ડ ધારકો સાથે પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી હતી. વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.