Abtak Media Google News

લાયન નેચર યુથ ફાઉન્ડેશનને કંપની વિરૂઘ્ધ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

ભાવનગર જીલ્લાના મહુવા તાલુના ભવાની વિસ્તાર કતપર બંદર  લાઇટ હાઉસ ખરેડ અખતરીયા ગઢડા વગેરે વિસ્તારમાં હાલ કે.પી. એનર્જી  લી. સુરત કંપની દ્વારા પવન ચકકીના કામે અને સરકાના નિયમોનું સરેઆમ ભંગ બાબતે લાયન નેચર યુજ ફાઉન્ડેશનના પ્રમુખ મનીષ ભારથી જી. ગોસ્વામીએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.

મનીષ ભારથી ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કે.પી. એનર્જી લી. સુરત તેમને આપેલા તમામ નિયમો અને સરકારના નિયમોને નેવે મૂકી પોતાની મનમાની કરી કામ ચાલુ રાખવામાં આવ્યા છે. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં આ કંપની દ્વારા રાતના કામો ચાલુ રાખવામાં આવે છે અને સિંહો અને આરક્ષીત વિસ્તારોમાં રાત્રી દરમ્યાન પણ મોડા સમય સુધી ધોધાટ તેમજ ભારે વાહનોની અવર જવર મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવે છે. તેમજ વધુમાં મહુવા ફોરેસ્ટમાં આવેલ જુની ઉપર વટ જઇ પરમીશન આપવામાં આવેલ છે.

રાથસ્થાન ઉદયપુરના બનાવ અંગે નજર નાખતા ધોરાડ પક્ષી જે નાશ થવાના આરે પહોચયું છે. તેવા ર ધોસાડ પક્ષીનું વિન્ડ ફાર્મ પાવરમાં મોત થયાના બનાવ અંગે ન્યુ દિલ્હી ગ્રીન કોર્ટ દ્વારા પવનચકકી પર કાયદેસરની કાર્યવાહી કરી નોટીસો આપવામાં આવી છે. જયારે ત્યા ધોરાડ અને ગીધ પક્ષી લુપ્ત થવાના આરે છે આથી આવા બનાવો અહી મહુવા તાલુકામાં ન બને તેવી લાયન નેચર યુથ ફાઉન્ડેશન પ્રમુખ મનીષભારથી ગોસ્વામી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા જીલ્લા તેમજ તાલુકાના કલેકટરને અરજી કરવામાં આવી છે અને જો આ અરજી ને ઘ્યાનમાં લઇને પગલા ભરવામાં નહી આવે તો મનીષ ગોસ્વામી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો ગાંધી ચીંઘ્યા માર્ગ પર ચાલી અમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.