Abtak Media Google News

માઈક્રોમેક્સના સ્માર્ટફોન ભારત-2ની સફળતા બાદ હાલમાં જ એ ખબર આવી રહી છે કે કંપની પોતાના ભારત-2 પ્લસ,ભારત-3 અને ભારત -4ને લોન્ચ કરી શકે છે. કોઈ પણ પ્રમોશન વિના જ કંપનીએ પોતાનીઓ વેબસાઇટમાં આ લિસ્ટ આપી દીધું છે. જેમ આ સ્માર્ટફોનના લૂકથી લઈને તેમના ફીચર્સ સુધીની જાણકારી આપવામાં આવી છે. હાલ આ ત્રણેય સ્માર્ટફોનની કિમત શું હશે તે કહેવામા આવ્યું નથી.

ભારત-2 પ્લસ

આ સ્માર્ટફોનમા 4 ઇંચની ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન કાડ કોર પ્રોસેસર પર રન કરશે. કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં 5 મેગા પિકસલનો રિયલ અને 2 મેગા પીક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમા 1 જીબી રેમ અને 8જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

ભારત-3

ભારત-2 પ્લસસાથે જ કંપનીએ ભારત-3 સ્માર્ટફોનને પણ લોન્ચ કર્યો છે. જેમાં 4.5 ઇંચની ડિસ્પ્લે, મીડિયાટેક MT6737M પ્રોસેસરવાળા આ ફોનમાં 8 જીબી સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમા 1 જીબી રેમ આપવામાં આવી છે. કેમેરાની વાત કરીયે તો તેમાં 5 મેગા પીક્સલનો ફ્રન્ટ અન એરિયલ કેમેરો આપવામાં આવ્યો છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ બંને કેમેરામાં ફ્લેશ સાથે આપવામાં આવી છે જેનાથી ફોટોની ક્વોલિટી સારી રહે .

ભારત-4

માઇક્રોમેક્સની આ સિરીઝમાં ભારત -4 સ્માર્ટફોને સૌથી વઘુ સારો છે. આ સ્માર્ટફોનમા 5 ઇંચની એચડી ડિસ્પ્લે, MT6737M પ્રોસેસર, 1 જીબી રેમ,ઇન્ટરનલ સ્ટોરેજ 16 જીબી,5 મેગા પીક્સલ રિયલ અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.