Abtak Media Google News

સામગ્રી :

પનીર- 250 ગ્રામ

ડુંગળી- 1 (ઝીણી સમારેલી)

લીલા મરચાં- 4 (સમારેલા)

સિમલા મરચા- 1 (સમારેલા)

લીલી ડુંગળી- 2 (સમારેલી)

આદુ-લસણની પેસ્ટ- 2 ચમચી

મેંદો- 50 ગ્રામ

મકાઈનો લોટ- 2 ચમચી

ચીલી સોસ- 1 ચમચી

ટોમેટો સોસ- 1 ચમચી

સોયા સોસ- 1 ચમચી

કાળા મરીનો પાવડર- ½ ચમચી

તેલ- જરૂરિયાત અનુસાર

મીઠું- સ્વાદ અનુસાર

હળદર- ½ ચમચી

ગરમ મસાલો- ½ ચમચી

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક વાટકીમાં મેંદો, મકાઈનો લોટ, સમારેલા મરચા અને મીઠું નાંખીને તેમાં થોડું પાણી નાંખીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેમાં પનીર ક્યુબ્સને નાંખીને તેને બરાબર રગડોળી દો. હવે પેનને ગેસ પર મુકી તેમાં તેલ નાંખી ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં પનીર નાંખીને મધ્યમ આંચ પર ફ્રાય કરી લો. પછી એ જ તેલમાં આદુ-લસણની પેસ્ટ, બારીક સમારેલી ડુંગળી, લીલી ડુંગળી, સિમલા મરચા નાંખી ફ્રાય કરી લો.

ત્યારબાદ તેમાં સોયા સોસ, ટોમેટો સોસ, ગ્રીન ચીલી સોસ, મરચાનો પાવડર નાંખી થવા દો. થોડીવાર બાદ તેમાં બચેલી ગ્રેવી નાંખી ધીમી આંચે થવા દો. અંતે તેમાં પનીર નાંખી થોડીવાર થવા દો. હવે ગેસ બંધ કરી તેમાં લીલી સમારેલી ડુંગળી નાંખી દો. હવે તેને ગરમા ગરમ પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.